બોલીવુડની આ 5 અભિનેત્રીઓના બાળપણ ના ફોટો જોઈને તમે પણ નહિ ઓળખી શકો

બોલીવુડની આ 5 અભિનેત્રીઓના બાળપણ ના ફોટો જોઈને તમે પણ નહિ ઓળખી શકો

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેને તમે બાળપણ માં જોશો તો તમે પણ નહિ ઓળખી શકો. સોશ્યલ મીડિયા હોય કે પછી ઈન્ટરનેટ તેમના ઘણા ફોટો ઉપલબ્ધ છે. ઘણીવાર એવું પણ થાય છે કે આપણે તે સ્ટાર્સને ઓળખી પણ શકતા નથી કારણ કે તે તસવીરો એકદમ જૂની હોય છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તેમના બાળપણ ની તસવીરો ની. આ સ્ટાર્સ ની જો બાળપણ ની તસવીરો જોવામાં આવે તો એવું અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ થઇ જાય છે કે તે કોણ છે. અમે તમને એવી અભિનેત્રીઓ ની તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને તમે પણ નહિ ઓળખી શકો.

સોનમ કપૂર

સોનમ કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર તેના બાળપણની તસવીર શેર કરી હતી. જેમાં તે ટ્રેનના ઉપરના કોચમાં સુતેલી જોવા મળી રહી છે.

સોનમ કોચમાં આરામથી સુતેલી નજરે પડે છે અને કેમેરા તરફ હસી રહી છે. સોનમ ફોટોમાં એકદમ ક્યૂટ લાગી રહી છે અને આ ફોટો શેર કરતી વખતે સોનમે લખ્યું કે, ‘ટ્રેનમાં મુસાફરી કરવી એ ખૂબ જ અનોખી હતી. ખુબજ સુંદર નજારો જોતા, ટ્રેનમાં ખાવાનું ખાતા, હું ખરેખર ટ્રેન ની મુસાફરી ને મિસ કરી રહી છું.’

કરીના કપૂર

કરીના કપૂરે તેની મોટી બહેન એટલે કે કરિશ્મા કપૂર સાથેની બાળપણની તસ્વીર પણ શેર કરી હતી. આ ફોટોમાં કરિશ્મા કરીનાને ગળે લગાવતી નજરે પડે છે. કરીનાએ બ્રેઇડેડ વાળ સાથે રેડ ફ્રોક પહેરેલી નજર પડે છે. જ્યારે કરિશ્માએ વ્હાઇટ કલરનું ટોપ પહેરેલું છે અને આ તસવીરમાં બંને એકદમ ક્યૂટ લાગી રહી છે. કરીનાએ આ ફોટો શેર કરતી વખતે કરિશ્માને પણ ટેગ કરી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે તેના બાળપણની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. આમાં તે તેની માતા સોની રઝદાનના ખોળામાં દેખાઈ રહી છે. આ ફોટામાં આલિયાએ હાથમાં એક બોક્સ લીધેલી નજરે પડે છે, જેના પર ઘણાં દિલ બનેલા નજરે પડે છે. ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું, ‘મારી ખુશીનું સ્થાન… લવ યુ મમ્મા’

શ્રદ્ધા કપૂર

બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા કપૂરે તેની માતા શિવાંગી સાથેની તેમની બાળપણની તસવીર શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે શ્રદ્ધાએ તેની માતાને મધર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, ‘મારી માટે મારી જિંદગી મારી બધા મારે માટે બધુજ, હેપી મધર્સ ડે’

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *