આ અભિનેતાઓ એ બૉલીવુડ ની બહાર થી શોધ્યા જીવનસાથી, નોનફિલ્મી પરિવારની છોકરી સાથે કર્યા લગ્ન

આ અભિનેતાઓ એ બૉલીવુડ ની બહાર થી શોધ્યા જીવનસાથી, નોનફિલ્મી પરિવારની છોકરી સાથે કર્યા લગ્ન

બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરતી વખતે ઘણીવાર એક બીજાના પ્રેમમાં પડે છે. કેટલાક એવા પણ છે જેમણે તેમના પ્રેમને લગ્નનું નામ આપ્યું છે. કાજોલ-અજય દેવગન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના, એશ્વર્યા રાય-અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન-કરીના કપૂર એવા કપલ્સ છે, જેમના દિલમાં પ્રેમ શૂટિંગ દરમિયાન ખીલ્યો છે. જો કે, બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે જેઓ તેમના જીવનસાથીને ઇન્ડસ્ટ્રીની બહાર શોધ્યા છે. નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતી યુવતી સાથે લગ્ન કર્યા અને હવે સુખી જીવન જીવી રહ્યા છે.

વરૂણ ધવન – નતાશા દલાલ

વરૂણ ધવન અને નતાશા દલાલે તાજેતરમાં લગ્ન કર્યાં છે. 24 જાન્યુઆરીએ વરૂણ અને નતાશાએ મુંબઇને અડીને આવેલા અલીબાગમાં સાત ફેરા લીધા. વરુણ ધવન જ્યારે ઇન્ડસ્ટ્રીના યુવાન હાર્ટથ્રોબ છે, તો નતાશા ફેશન ડિઝાઇનર છે. નતાશા વરુણના બાળપણનો પ્રેમ છે. બંને સ્કૂલમાં સાથે ભણેલા છે. પોતાના વર્ષો જુના પ્રેમ નતાશા ને વરુણ એ હવે મિસેજ ધવન બનાવી લીધા છે.

શાહિદ કપૂર – મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડી ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર યુગલોમાં સામેલ છે. ફેશન અને ગ્લેમરની વાત કરીએ તો મીરા બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. મીરા રાજપૂત દિલ્હીની છે. જેનો પરિવાર ફિલ્મ જગત સાથે કોઈ સંબંધ નથી. શાહિદ અને મીરાનો સંબંધ તેમના પરિવારની પસંદથી સંબંધિત હતો. શાહિદના પિતા પકંજ કપૂર અને મીરાના પિતા રાધાસ્વામી સત્સંગ સાથે સંકળાયેલા છે. શાહિદ અને મીરાના સંબંધોની શરૂઆત રાધાસ્વામી સત્સંગ દરમિયાન થઈ હતી.

જ્હોન અબ્રાહમ – પ્રિયા રૂંચાલ

અભિનેતા જોન અબ્રાહમની જેમ, તેની સુંદર પત્ની પ્રિયા રૂંચાલ પણ ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છે. એક સમય હતો જ્યારે જ્હોન અબ્રાહમ ડસ્કી બ્યૂટી બિપાશા બાસુના પ્રેમમાં ગિરફતાર હતા. પરંતુ જ્હોને જીવનસાથી તરીકે બિન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી પ્રિયા રૂંચાલને પસંદ કરી. પ્રેમની શરૂઆત થઈ ત્યારે જ્હોન અને બિપાશા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા છે.

બોબી દેઓલ – તાન્યા દેઓલ

અભિનેતા બોબી દેઓલના પિતા ધર્મેન્દ્ર ઇચ્છતા હતા કે તેનો દીકરો હીરોઇન નહીં પણ ફિલ્મી દુનિયાથી દૂર રહેવા વાળી છોકરી સાથે લગ્ન કરે. આ જ કારણ છે કે અભિનેત્રી નીલમ સાથે બોબીનો પ્રેમ ને મંજિલ ના મળી. જોકે, બોબી તેની પત્ની તાન્યા દેઓલ સાથે ખૂબ જ ખુશ જીવન જીવે છે. બંનેના લગ્ન ટૂંક સમયમાં 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તાન્યા દેઓલ એક ખૂબ જ સફળ સ્ટાર પત્ની છે. તેનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને હોમ ડેકોરિંગનો વ્યવસાય છે.

નીલ નીતિન મુકેશ – રુકમણી સહાય

નીલ નીતિન મુકેશે અભિનેત્રી અસિન સાથે પ્રેમની નિષ્ફળ ઇનિંગ્સ પછી રૂક્મિની સહાય સાથે લગ્ન કર્યા હતા. રુક્મણી સહાય પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત નથી. લગ્ન પહેલાં, રુક્મિણી એવિએશન ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી. રુકમણી એ નીલ નીતિન મુકેશની પારિવારિક પસંદગી છે.

વિવેક ઓબેરોય – પ્રિયંકા આલ્વા

વિવેક ઓબેરોય અને પ્રિયંકા આલ્વા ઇન્ડસ્ટ્રીના સૌથી ખુશ યુગલોમાં સામેલ છે. એશ્વર્યા રાયને પ્રેમ કરીને દિલ તોડનાર વિવેકે પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવરાજ અલ્વાની પુત્રી છે. સ્ટાર વાઇફ હોવા છતાં પણ પ્રિયંકા લો-પ્રોફાઇલ જીવન જીવવાનું પસંદ કરે છે. વિવેક ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ક્યૂટ હેપ્પી ફેમિલીની તસવીરો શેર કરે છે.

ઇમરાન હાશ્મી – પરવીન હાશ્મી

અભિનેતા ઇમરાન હાશ્મી પણ તે એક્ટરમાંથી એક છે જેમણે હિરોઈનના બદલે સામાન્ય છોકરી સાથે લગ્ન કર્યા છે. ઇમરાનની પત્ની પરવીન હાશ્મી સોશ્યલ લાઈફથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે પરવીન ખૂબ સ્ટાઇલિશ છે. જ્યારે પણ તે ઇમરાન સાથે જોવા મળે છે ત્યારે તે હંમેશાં વખાણ લે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *