કોઈએ કાર તો કોઈએ કરોડો નું ઘર, જયારે સેલેબ્સ એ પાર્નેટ્સ ને આપી કિંમતી ભેટ

બોલિવૂડ સ્ટાર્સ પ્રેમ-મોહોબ્બ્તમાં કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. તે પોતાના જીવનસાથીને ખુશ કરવા માટે ઘણી વસ્તુઓ કરે છે, જેમાંથી એક મોંઘી ગિફ્ટ આપે છે. આજે અમે તમને કેટલાક સેલેબ્સ વિશે જણાવીશું, જેને પાર્ટનરે મોંઘી ગિફ્ટ આપી હતી.
શિલ્પા શેટ્ટી: પતિ રાજ કુંદ્રા દ્વારા સગાઈના દિવસે શિલ્પાને 20 કેરેટની હીરાની વીંટી ભેટમાં આપવામાં આવી હતી, ત્યારબાદ ઇંગ્લેન્ડમાં લેવિશ મેન્શન અને ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ્સ પણ શિલ્પાને ભેટ આપ્યો હતો. આ પછી રાજે દુબઈના બુર્જ ખલીફામાં શિલ્પા માટે ફ્લેટ બુક કરાવ્યો હતો.
માન્યતા દત્ત: અભિનેતાઓ પણ સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતાને મોંઘી ગિફ્ટ આપીને ખુશ રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજયે માન્યતાને લાખોની કાર આપી હતી, જે માન્યતાની પસંદની કાર છે.
વિદ્યા બાલન: પતિ સિદ્ધાર્થ રોય કપૂરે મુંબઈના જુહુ વિસ્તારમાં વિદ્યા માટે એક ફ્લેટ બુક કરાવ્યો હતો, જેની બાલ્કની માંથી અરબી સમુદ્રનો નજારો દેખાઈ છે.
કાજોલ: અજય દેવગન પણ પત્ની કાજોલને ખુશ કરવા કોઈ તક છોડતા નથી. અજયે તેની પુત્રી ન્યાસાના જન્મ સમયે ભેટ તરીકે કાજોલને એક કિંમતી હાઇટેક કાર આપી હતી.
અક્ષય કુમાર: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે પણ તેની ટ્વિંકલ ઉપર પ્રેમ લૂંટાવવાની કોઈ તક છોડતા નથી. ટ્વિંકલના 34 માં જન્મદિવસ પર અક્ષયે તેને ગિફ્ટ તરીકે લક્ઝરી કાર આપી હતી.