એકબીજાના પ્રેમમાં ડૂબેલી નજર આવે છે આ જોડીઓ, નથી હટતી નજર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ સમયે એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. ભલે બંનેએ અગાઉ પોતાના સંબંધોમાં રહેવાની વાત છુપાવી દીધી હતી, આજે બંને એકબીજા પ્રત્યે પોતાનો ખુલ્લો પ્રેમ વ્યક્ત કરે છે.
વરૂણ ધવને હાલમાં જ પોતાના પ્રેમ નતાશા દલાલને પોતાની બનાવી છે. બંને વચ્ચેનો પ્રેમ અને સમજ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમને જોતાં, એવું લાગે છે કે તે ફક્ત એકબીજા માટે બનેલા છે.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બંને હાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમના લગ્નના અનેક વખત અહેવાલો આવ્યા છે પરંતુ આ ક્ષણે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું નથી. આ કપલ આ સમયે બી ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત યુગલોમાં છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક બીજાને કેટલો પ્રેમ કરે છે તે તેમની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. તેમને જોતા લાગે છે કે આ બંને ફક્ત એક બીજા માટે જ બન્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ એવા યુગલોમાં છે જેની કેમિસ્ટ્રીની ખૂબ ચર્ચા થાય છે. બંનેના લગ્નને 2 વર્ષ થયા છે, પરંતુ આજે પણ બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી.
કરીના કપૂર અને સૈફ અલી ખાન ના લગ્ન ને 8 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ આજે પણ બંને ની વચ્ચે ખુબજ પ્રેમ છે. આ પ્રેમ ખાસ અવસર પર જોવા મળે છે. આજે પણ સૈફ અને કરીના એક બીજાના દીવાના છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂતે અરેન્જ મેરેજ કર્યા હતા, પરંતુ તેમની કેમિસ્ટ્રી જોઈને લાગે છે કે તેઓ શરૂઆતથી જ એકબીજાના પ્રેમમાં પાગલ છે. આ તસવીરોમાં મીરા અને શાહિદ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.