જયારે ફિલ્મોના ઓડિશનમાં ફેલ થયા હતા સિતારા, જાણો ક્યાં ક્યાં સિતારાને સહન કરવું પડ્યું હતું રિજેક્શન

બોલિવૂડમાં, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પ્રખ્યાત બેનર્સની ફિલ્મો મેળવવા માટે ઉદ્યોગમાં મોટા સંપર્કો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ‘ઓડિશન’ નું મહત્વ પણ નકારી શકાય નહીં. ફિલ્મ્સનો ભાગ બનવા માટે ”ઓડિશન’ પાસ કરવું કેટલું મહત્વનું છે, જેમણે અસ્વીકારની પીડા સહન કરી ચૂકેલા સ્ટાર્સ કરતાં કોણ વધુ સારી રીતે જાણે છે. માધુરી દીક્ષિતથી માંડીને અક્ષય કુમાર સુધી, અને રણબીર કપૂરથી લઈને વિકી કૌશલ સુધી, બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ઓડિશનમાં અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. આ સિતારા આજ સુધી તેમના અસ્વીકારોને ભૂલ્યા નથી.
અક્ષય કુમાર
બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર કહેવાતા અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અક્ષયે શેખરની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’માં ઓડિશન આપ્યું હતું. પરંતુ અફસોસ અક્ષયને આ ઓડિશનમાં નકારી કાઢવામાં આવ્યા હતા. બાદમાં આ રોલ દીપક તિજોરીને મળ્યો. આજે દિપક તિજોરી ફિલ્મ્સથી ગાયબ છે, જ્યારે અક્ષય હજી પણ ઇન્ડસ્ટ્રીના ટોચના સ્ટાર છે.
માધુરી દીક્ષિત
પોતાની શૈલીથી પ્રેક્ષકોના દિલને જીતી ચૂકેલી માધુરી દીક્ષિતે ફિલ્મો પહેલા સિરિયલોની દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. માધુરીએ દૂરદર્શન પર પ્રસારિત થનારી સીરીયલ ‘બોમ્બે મેરી હૈ’ પર સહી કરી હતી. આ સિરિયલનો પાઇલટ એપિસોડ પણ શૂટ કરવામાં આવ્યો હતો. પરંતુ અફસોસ ચેનલે આ શોને નકારી દીધો કારણ કે તેઓને સિરિયલના કલાકારોનો અભિનય પસંદ ન આવ્યો.
વિક્કી કૌશલ
વિક્કી કૌશલ નામના પ્રખર અભિનેતાએ ઓડિશનની ગુગલીમાં ફસાઈને માત ખાધી હતી. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક અને રાજી જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કરનાર વિક્કી કૌશલને ફિલ્મ ‘ભાગ મિલખા ભાગ’ માટે ઓડિશન આપ્યું હતું અને તેને નકારી કાઢવામાં આવ્યા હતા.
રણવીર સિંહ
સિમ્બા તરીકે ઓળખાતા બોલીવુડના અભિનેતા, રણવીર સિંહ, તેની ‘હાય એનર્જી’ને કારણે ચાહકો અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ આ ‘હાય એનર્જી’ને કારણે તેણે સુપરહિટ ફિલ્મથી પણ હાથ ધોયા હતા. વિક્કી કૌશલની જેમ રણવીરસિંહે પણ ‘ભાગ મિલખા ભાગ’ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ આખરે નિર્માતાઓએ રણવીરને તેની હાય એનર્જીને કારણે નકારી કાઢયા અને ફરહાન અખ્તરને ફિલ્મમાં સાઇન કર્યા.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે 2017 ની ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ ફિલ્મના નિર્માતાઓએ દિપિકાને એમ વિચારીને નકારી દીધી કે તેની મસાલા ફિલ્મોની છબી આ ગંભીર ફિલ્મ માટે યોગ્ય નથી. ઇશાન ખટ્ટર એ જ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો.
વરૂણ ધવન
ડાન્સ અને કોમેડીમાં ઓડિશનમાં નંબર વન એક્ટર વરૂણ ધવનને પણ રિજેક્શન મળ્યું છે. રિપોર્ટ્સ અનુસાર વરુણ ધવને ફિલ્મ ધોબી ઘાટ માટે ઓડિશન આપ્યું હતું. જો કે, તે સમયે વરુણને નામંજૂર કરવામાં આવ્યા હતા અને પ્રતીક બબ્બરને ફિલ્મમાં સાઇન કરવામાં આવ્યા હતા.
રણબીર કપૂર
દિગ્દર્શક મીરા નાયરની ફિલ્મ ‘ધ રિલેક્ટન્ટ ફંડામેન્ટલિસ્ટ’ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી. બહુ ઓછા લોકો જાણે છે કે રણબીર કપૂરે પણ 2013 માં રજૂ થયેલ આ રાજકીય રોમાંચક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ મીરા નાયરે રણબીરને બદલે રિઝ અહમદને ફિલ્મમાં સાઇન કર્યો હતા.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે બાળપણથી જ અભિનેતા બનવાનું સ્વપ્ન જોયું હતું. આ જ કારણ હતું કે માત્ર 17 વર્ષની ઉંમરે આલિયાએ ફિલ્મ ‘વેકઅપ સિડ’ માટે ઓડિશન આપ્યું હતું અને તેને નકારી કાઢવામાં આવી હતી.
સારા અલી ખાન
ચાર ફિલ્મો જૂની સારા અલી ખાનના ચાહકોમાં એકદમ લોકપ્રિય છે. કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી સારાએ ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફિલ્મમાં ઓડિશન પણ આપ્યું હતું. પરંતુ સારાને આદિત્ય ચોપડાએ લુક ટેસ્ટમાં નકારી દીધી હતી. તે ભૂમિકામાં બાદમાં ફાતિમા સના શેખને આપવામાં આવી હતી.