બૉલીવુડ થી લઈને ટીવી ના સિતારાઓ એ મનાવ્યો ગણતંત્ર દિવસ નો જશ્ન, ફૈન્સને આપી શુભકામના

બૉલીવુડ થી લઈને ટીવી ના સિતારાઓ એ મનાવ્યો ગણતંત્ર દિવસ નો જશ્ન, ફૈન્સને આપી શુભકામના

આજે દેશમાં 72 ગણતંત્ર દિવસની ધૂમ મચેલી છે. દરેક જગ્યાએ દેશભક્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણા બોલિવૂડ સ્ટાર્સ પણ આ પ્રસંગે દેશને અભિનંદન પાઠવી રહ્યા છે. અને આપણા વીરોને સલામ કરી રહ્યા છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને ટીવી સ્ટાર્સ સુધી આજે પણ સોશિયલ મીડિયા પર કેસરિયા રંગમાં રંગાયેલ દેખાઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન

ગણતંત્ર દિવસ નિમિત્તે બિગ બીએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, દરેકને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ, બધા એક થઈને સુરક્ષિત રહે.

સોનુ સૂદ

દેશમાં વાસ્તવિક હીરો તરીકે ઓળખાતા સોનુ સૂદે પણ લોકોને અભિનંદન આપતાં લખ્યું કે, દેશમાં પરિવર્તનની જરૂર છે.

સની દેઓલ

બોલિવૂડ સુપરસ્ટાર સન્ની દેઓલે પણ આ માટે ટ્વીટ કરીને લખ્યું છે કે, બધા દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા, આવો, આપણે બધા દેશમાં શાંતિ, સુમેળ અને સામાજિક સંવાદિતા માટે એકજુટ રહેવાનો સંકલ્પ કરીએ અને દેશના સતત વિકાસમાં ભાગીદારી નિભાવીએ.

મનીષ પોલ

 

View this post on Instagram

 

A post shared by Maniesh Paul (@manieshpaul)

પ્રખ્યાત ટીવી હોસ્ટ અને બેસ્ટ આર્ટિસ્ટ મનીષ પોલે રિપબ્લિક ડે પર તિરંગા સાથેનો તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

સોનાલી ફોગાટ

તાજેતરમાં જ ‘બિગ બોસ 14’ માંથી એલિમિનેટ થઇ ગયેલી ભાજપના નેતા સોનાલી ફોગાટે પણ દેશને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો અને લોકોને શુભેચ્છા પાઠવી.

અંકિતા લોખંડે

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ પ્રજાસત્તાક દિન પર એક વીડિયો શેર કરીને લોકોને સંવિધાનનો અર્થ સમજાવ્યો અને કહ્યું કે, તેમને ગર્વ છે કે તે ભારતમાં રહે છે.

સુરભી જ્યોતિએ વિશેષ સંદેશ આપ્યો

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

‘કબુલ હૈ’ અને ‘નાગિન 3’ અભિનેત્રી સુરભી જ્યોતિએ આજના ખાસ દિવસ પર એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને પ્રજાસત્તાક દિવસનું મહત્વ જણાવ્યું હતું.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *