Chanakya Niti : ધનવાન બનવું છે તો અંદર રહેલા આ અવગુણોને કરો દૂર

Chanakya Niti : ધનવાન બનવું છે તો અંદર રહેલા આ અવગુણોને કરો દૂર

ચાણક્ય શ્રેષ્ઠ વિદ્વાન હતા. ચાણક્ય સમાજશાસ્ત્ર, રાજકીય શાસ્ત્ર, કૂટનીતિની સાથે અર્થશાસ્ત્રમાં પણ મર્મજ્ઞ હતા. ચાણક્યએ એવી શક્તિઓનો અભ્યાસ કર્યો જે માણસના જીવનને અસર કરે છે. ઘન તેમાંથી એક એવી શક્તિછે. ધન લક્ષ્મી સાથે સંબંધિત છે. લક્ષ્મીજીને ધનના દેવી માનવામાં આવે છે.

વર્તમાન યુગમાં ઘન વિના સારું જીવન જીવવું મુશ્કેલ છે. તેથી, દરેક વ્યક્તિ સંપત્તિની પ્રાપ્તિ માટે સખત મહેનત કરે છે. વ્યક્તિ ધનવાન બનવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ચાણક્યના જણાવ્યા મુજબ ધનવાન થવું જેટલું મુશ્કેલ છે તેનાથી પણ વધારે મુશ્કેલ છે ઘનનો સદ ઉપયોગ. ઘનથી ઘણી પ્રાપ્તિ થાય છે. પરંતુ એ ત્યારેજ સંભવ છે જયારે વ્યક્તિ આ અવગુણો થી દૂર રહે.

અનૈતિક કાર્ય ન કરવું જોઈએ

ધનિક બનવા માટે ક્યારેય અનૈતિક કાર્ય ન કરવું જોઈએ. અનૈતિક કાર્યનું ફળ વ્યક્તિના જીવનમાં રોગ, સબંધી થી દૂર થવું, અને માનહાની ના રૂપ માં સામે આવે છે. ત્યાંજ વાદ વિવાદ ની સ્થિતિ બને છે અને અજ્ઞાત શત્રુઓ ની સંખ્યા વધે છે. જે ચુનોતી અને બાધા ના રૂપ માં સામે આવે છે.

લોભથી રહો દૂર

ઘનવાન બનવા માટે ક્યારેય લોભ ના કરવો જોઈએ. બધાજ સમયે પૈસા વિષે વિચારવું સારું નથી. ધન કમાવવા માટે પરિશ્રમ ના વિષે વિચારવું જોઈએ. બીજા લોકોના વિષે વધુ વિચારવું કરતા સ્વયં ના સાધન અને ક્ષમતા ના આંકલન કરતા ધન અર્જન ના વિષે વિચાર કરવો જોઈએ.

ખોટી સંગત થી બચવું

વ્યક્તિ ની પાસે જયારે ઘન આવવા લાગે છે તો તેનામાં થોડીક ખામીઓ પણ આવવા લાગે છે. તેનાથી બચવું જોઈએ. ધન વાન વ્યક્તિ ની પાસે વખાણ કરવા વાળા લોકોની ભીડ બનેલી રહે છે. આ સ્થિતિ માં સતર્ક રહેવું જોઈએ. ખોટી સંગત વ્યક્તિ ના બધાજ પ્રકાર ના પરિશ્રમ પર પાણી ફેરવી શકે છે. એટલા માટે અધ્યાત્મ અને ધર્મ ના માર્ગ ને અપનાવવો જોઈએ અને ખોટા લોકો થી દૂર રહેવું જોઈએ.

પ્રસન્ન અને ચિત ને શાંત રાખો

ધન કમાવવાની ચાહત માં વ્યક્તિ પ્રસન્નતા ને ખાઈ નાખે છે. તેમનું ચિટ અશાંત થઇ જાય છે. આવી સ્થતિ સારી નથી હોતી. સારું એજ છે કે જયારે પણ પ્રસન્ન રહેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે તેમનો પૂરો ઉપાયો કરો અને ચિત ને શાંત રાખવાનો પ્રયાસ કરો. તેના માટે અધ્યાત્મ ની શક્તિ ને સમજવું જોઈએ.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *