મેઘના રાજ સરજા એ પહેલી વાર દેખાડ્યો દીકરાનો ચહેરો, સુપર ક્યૂટ છે જુનિયર સિરંજીવી

મેઘના રાજ સરજા એ પહેલી વાર દેખાડ્યો દીકરાનો ચહેરો, સુપર ક્યૂટ છે જુનિયર સિરંજીવી

દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય ફિલ્મ અભિનેતા ચિરંજીવી સરજા હવે આપણી વચ્ચે નથી. ગયા વર્ષે જૂન મહિનામાં ચિરંજીવી સરજાનું અવસાન થયું હતું. અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. ચિરંજીવી સરજાના અવસાનના થોડા સમય પછી, તેમની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. મેઘના રાજ 22 ઓક્ટોબરના રોજ માં બની હતી. દીકરાના જન્મ પછીથી તેમની પ્રથમ ઝલક જોવા માટે દરેક વ્યકિત રાહ જોઈ રહ્યા હતા, પણ હવે રાહ પૂરી થઈ છે.

અભિનેત્રી મેઘના રાજ સરજાએ ચાહકોને તેમના લાડલાની પહેલી ઝલક વધુ અનોખી રીતે બતાવી. મેઘના રાજ સરજાએ વેલેન્ટાઇન ડેની શરૂઆતમાં બરાબર 12 વાગ્યે સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કર્યો હતો. જેમાં નાનો ચિરુ શેતાની કરતા જોવા મળે છે. આ સાથે, વિડિઓના અંતમાં, જુનિયર ચિરુએ તેની માતાની ખોળામાં અને તેના પિતાની તસવીર નજીક એક ક્ષણ ચાહવા વાળના દિલની ચોરી કરી.

 

View this post on Instagram

 

A post shared by Meghana Raj Sarja (@megsraj)

તમને જણાવી દઈએ કે જ્યારે મેઘનાએ એક પુત્રને જન્મ આપ્યો ત્યારે આખા સરજા પરિવારે ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું. ચીરંજીવી સરજાના ભાઈ ધ્રુવ સરજાએ તેના ભત્રીજા માટે ચાંદીનું પારણું ખરીદ્યું. જેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો હતો. આ પારણાની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ચિરંજીવીના લગ્ન લગભગ બે વર્ષ પહેલા મેઘના સાથે થયા હતા. બંને એક બીજાને 10 વર્ષથી વધુ સમયથી જાણતા હતા, બંનેએ તેમના સંબંધોને લગ્નનું નામ આપ્યું હતું. ચીરંજીવીએ વર્ષ 2017 માં મેઘના રાજ સાથે સગાઈ કરી હતી અને 30 એપ્રિલ 2018 ના રોજ બંનેએ ક્રિશ્ચિયન રિવાજો સાથે લગ્ન કર્યાં હતાં. આ પછી 2 મે 2018 ના રોજ પરંપરાગત હિન્દુ લગ્ન સમારોહ થયો.

તમને જણાવી દઈએ કે ફિલ્મ પરિવાર સાથે સંકળાયેલ ચિરંજીવીએ 2009 માં તેમની કન્નડ ફિલ્મ ‘વાયુપુત્ર’ થી ડેબ્યુ કર્યું હતું. તેની કારકિર્દીમાં તેણે કુલ 22 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. ચિરંજીવીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. તેની છેલ્લી ફિલ્મ ‘શિવાર્જુન’ હતી જેમાં તેણે અમૃતા આયંગર અને અક્ષતા શ્રીનિવાસની સાથે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *