ખુબજ જલ્દી ગર્લફ્રેન્ડ સંગ સાત ફેરા લેશે પુનિત પાઠક, શેયર કરી લગ્નની તારીખ

ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 9’ વિજેતા કોરિયોગ્રાફર અને અભિનેતા પુનીત પાઠકના ચાહકો માટે એક સારા સમાચાર છે. પુનીત તેની ગર્લફ્રેન્ડ નીધિ મુનિ સિંહ સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. પુનિત 4 મહિના પહેલા નિધિ સાથે સગાઈ કરી ચુક્યા હતા એટલે કે ઓગસ્ટમાં. હવે આ કપલ 11 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ દંપતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. પુનીતે ઈંસ્ટા પોસ્ટ દ્વારા તેના લગ્નની તારીખ જાહેર કરી છે.
પુનીતે એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લગ્નની તારીખ જણાવતા એક ક્યૂટ કેપ્શન આપ્યું છે. કેપ્શનમાં પુનીતે લખ્યું છે- ‘એક તારીખ જે આપણી સાથે કાયમ માટે રહેશે, એવી તારીખ કે જે આપણને હંમેશ માટે બદલી દેશે, આપણા જીવનનો નવો અધ્યાય 11/12/2020 ના રોજ શરૂ થશે, તમારી, મારી અને અમારી કહાનીનો એક સુંદર અધ્યાય’.
તો તે જ સમયે નિધિ મુનિએ પણ ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આ કહ્યું છે – તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘11.12.2020, આ સાત જન્મોની પહેલી તારીખ છે, પુનીત ‘. એક ફોટો 11 નો બીજો ફોટો 12 નો અને ત્રીજો ફોટો 2020 નો છે. આ દ્વારા નિધિએ તેના લગ્નની તારીખ જણાવી છે.
પુનીતની કારકિર્દીની વાત કરીએ તો તેણે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ શરૂઆત કરી છે. તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે આ શો જીતી શક્યા નહીં. તે બીજા રનરઅપ બન્યા. આ પછી, પુનીતે ડાન્સ શો ઝલક દિખલા જા કોરિયોગ્રાફર તરીકે જોડાયા.
ડાન્સ પ્લસ ડાન્સ ચેમ્પિયન્સમાં જોવા મળ્યા હતા. જોકે, ‘ખતરો કે ખિલાડી’ની નવમી સિઝન જીત્યા પછી જ તેને વિશેષ માન્યતા મળી. ડાન્સ શો અને ‘ખતરો કે ખિલાડી’ ઉપરાંત પુનીતે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. પુનીત ફિલ્મ એબીસીડી, સ્ટ્રીટ ડાન્સર અને નવાબઝાદેમાં પણ જોવા મળ્યા હતા.