અમેરિકા શિકાગો ના રેસ્ટોરેન્ટ માં ખાવાનું ખાવા પહોંચ્યું કપલ, ટીપ માં આપી ગયું એટલા રૂપિયા કે… જુઓ બિલ

અમેરિકાના શિકાગોમાં એક રેસ્ટોરન્ટમાં એક દંપતીએ ટીપમાં બે હજાર ડોલર (લગભગ દોઢ લાખ રૂપિયા) આપ્યા. રેસ્ટોરન્ટે આ માહિતી તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે. આ માહિતી બહાર આવ્યા પછી, હવે ક્લબ લકી રેસ્ટોરન્ટ શિકાગોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.
રેસ્ટોરન્ટનું નામ ક્લબ લકી રેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું છે. રેસ્ટોરેન્ટએ કહ્યું કે આ દંપતીની મુલાકાત 20 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરીએ અહીં થઈ હતી. ત્યારથી, બંને દર વર્ષે 12 ફેબ્રુઆરીએ આ રેસ્ટોરન્ટની મુલાકાતે આવે છે. તેમણે તેમની મુલાકાતના 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ વર્ષે આટલી મોટી ટિપ આપી.
રેસ્ટોરેન્ટ બિલની તસવીર ફેસબુક પર શેર કરી અને લખ્યું, “અમારા રેસ્ટોરન્ટમાં મહેમાનો પ્રથમ વખત મળ્યા હતા”. તે દર વર્ષે 7.30 વાગ્યે તે જ સમયે 46 બૂથ પર આવી રહ્યા છે. અમે તેમને આ સમયે દર વર્ષે રીજર્વેશન આપીએ છીએ. તેમના જીવન નો ખાસ ભાગ બનવા માટે અમે સમ્માનિત મહેસુર કરી રહ્યા છીએ.
આગળ પોસ્ટમાં લખ્યું, આ તારીખ તેમના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પણ તેને સેલિબ્રેટ કરીએ છીએ. એવા મુશ્કેલ સમય માં આ પ્રકાર નું કામ કરવું અમને હિંમત આપે છે. અમે તેમનો ધન્યવાદ અદા કરીએ છીએ. મોટી સંખ્યા માં સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ ઘટનાની ખુબજ વખાણ કરી રહ્યા છે.