ક્રિકેટર ભુવનેશ્વર કુમાર ના ઘરે આવી નાની પરી, પત્ની નૂપુર નાગરએ આપ્યો દીકરીને જન્મ

ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને તેની પત્ની માતા-પિતા બની ગયા છે. ક્રિકેટરની પત્ની નુપુર નાગરે બુધવારે નવી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે નુપરને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમાચારથી ક્રિકેટરના ચાહકો ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમાર અને નુપુર નાગરના લગ્ન વર્ષ 2017માં થયા હતા. બંને ચાર વર્ષ પછી તેમના પ્રથમ બાળકના માતાપિતા બન્યા. ભુવનેશ્વર કુમાર યુપીના મેરઠના રહેવાસી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરઠ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (MDCA)ના કોષાધ્યક્ષ રાકેશ ગોયલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ભુવનેશ્વરની પત્નીએ બુધવારે સવારે લગભગ 9 વાગ્યે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પહેલા બાળકને જન્મ આપ્યો.