વાળોની ગ્રોથ ઓછી થઇ ગઈ છે તો ડુંગળીના તેલનો કરો વપરાશ, જાણો તેની રેસિપી

શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ વાળ સુકા અને નિર્જીવ બનાવે છે જેના કારણે વાળ નબળા પડે છે અને ઝડપથી તૂટી જાય છે. ઘણી વાર વાળ એટલા તૂટે છે કે ટાલ પડવાનો ભય રહે છે. શિયાળામાં વાળ તૂટવા માટે ગરમ પાણી જેટલું જવાબદાર છે એટલીજ કોસ્મેટિક પ્રોડક્ટ્સ. વાળ પર શેમ્પૂ સિવાય આપણે ઘણા પ્રયોગો કરતા રહીએ છીએ જે આપણા વાળ પર સીધી અસર કરે છે.
જો તમને પણ માથાના વાળ ખરવાનો ડર લાગે છે, તો ડુંગળીના તેલથી માલિશ કરો. ડુંગળી વાળના મૂળને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડુંગળીનું તેલ વાળની વૃદ્ધિમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ વાળ ખરતા પણ અટકાવશે. ચાલો આપણે જાણીએ કે વાળના વિકાસ માટે ડુંગળીનું તેલ કેવી રીતે ફાયદાકારક છે, અને તેને ઘરે કેવી રીતે તૈયાર કરવું.
ડુંગળી તેલના ફાયદા
ડુંગળીનું તેલ વાળને ઊંડાઈથી કંડીશનર કરીને સૂકા વાળોમાં જાન નાખે છે. આ તેલ થી વાળો ના મૂળ મજબૂત બને છે, સાથે જ ખોડો પણ દૂર થાય છે. આ તેલ વાળો ને ખરતા પણ રોકે છે.
ડુંગળીના તેલ ની રેસિપી
ડુંગળીનું તેલ બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીનો રસ લો. ડુંગળીનો રસ કાઢવા માટે તમે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી શકો છો. તમે પહેલા એક કડાઈમાં નાળિયેર તેલ નાખો અને તેલમાં ડુંગળીનો રસ નાખો. તેને સારી રીતે મિક્સ કરો પછી ઠંડુ થયા પછી તેને ચાળણીથી ગાળી લો અને તેને અલગથી કાઢી લો. તમે આ તેલનો ઉપયોગ 6 મહિના સુધી કરી શકો છો.
આ રીતે કરો ઉપયોગ
ડુંગળીનું તેલ લગાવવા માટે સૌ પ્રથમ વાળને બે ભાગમાં વહેંચી લો. ત્યાર બાદ તમે તેલ લો અને પોતાના વાળો ના મૂળ માં હળવા હાથે થી લગાવો. થોડી વાર પછી તમે વાળો માં શેમ્પુ કરો જેનાથી તેલ વાળો માંથી નીકળી જાય.