15 ફેબ્રુઆરીથી બધાજ માટે FASTag રહેશે જરૂરી, ત્યારપછી નહિ કરી શકો કૈશ પેમેન્ટ, જાણો બધીજ જાણકારી

15 ફેબ્રુઆરીથી બધાજ માટે FASTag રહેશે જરૂરી, ત્યારપછી નહિ કરી શકો કૈશ પેમેન્ટ, જાણો બધીજ જાણકારી

જો તમે 15 ફેબ્રુઆરી થી દેશમાં નેશનલ હાઈવે પર કોઈપણ ટોલ પ્લાઝા થી પસાર થઇ રહ્યા છો તો ટોલ પેમેન્ટ કરવા માટે FASTag ની જરૂર રહેશે. સરકાર 15 ફેબ્રુઆરી થી તેને અનિવાર્ય રૂપથી લાગુ કરી રહી છે. દેશભરમાં નેશનલ હાઈવે પર 720 થી વધુ ટોલ પ્લાઝા પર FASTag થી પેમેન્ટ કરવાનું રહેશે. 15 ફેબ્રુઆરી પછી તમે કોઇપણ કિંમત પર કેશ પેમેન્ટ નહીં કરી શકો.

FASTag ટેગ શું છે?

FASTag, ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ નું કામ કરે છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ડેવલપ કર્યું છે. FASTag sticker હોય છે જે તમારી ગાડી ના આગળ ના કાચ ની અંદરની તરફ લાગેલું હોય છે. તેમાં લાગેલા બારકોડ માં વિહકલ ની ડિટેલ હોય છે અને નેશનલ હાઇવેના ટોલપ્લાઝા થી પસાર ના દરમિયાન રેડિયો ફ્રીક્વએંસી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજીના દ્વારા ટોલ નું ઓટોમેટીક પેમેન્ટ થઈ જાય છે.

શું ફાસ્ટેગ ના ફાયદા?

ફાસ્ટ ટેગ ના ઘણા ફાયદા છે તેમના પેમેન્ટ ની પ્રક્રિયા જલ્દી પૂરી થઈ જાય છે અને તમારે ઊભા રહેવાની જરૂરિયાત રહેતી નથી. તેનાથી ટોલ પ્લાઝા પર ગાડી ની લાઈન લાગવાથી છુટકારો મળે છે અને ટોલ પેમેન્ટ માટે રાહ જોવી પડતી નથી. તેમની સાથે સિસ્ટમમાં પારદર્શિતા આવે છે અને ટોલ રાશિ ને લઈને વિવાદ પણ નથી થતો. લાઈન ના લાગવાથી ફ્યુલ બરબાદ થતું નથી અને પ્રદૂષણ પણ ઓછું થાય છે.

ફાસ્ટ ટેગ ક્યાંથી ખરીદો અને તેમની કિંમત શું છે?

FASTag ખરીદવા તમારી પાસે ઘણા વિકલ્પ છે. દેશના કોઇપણ ટોલ પ્લાઝા પર તેને ખરીદી શકો છો. એમેઝોન, પેટીમ વગેરે થી પણ ખરીદી શકાય છે. તેમની સાથે ઘણી બેન્કો દ્વારા પણ તેમનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ફાસ્ટ ટેગ ની રાશિ બે વસ્તુઓ ઉપર નિર્ભર કરે છે. એક તમે કયા વાહન માટે તેને ખરીદી રહ્યા છો કેમ કે કાર, જીપ, વાન, બસ અથવા તો ટ્રક વગેરે. બીજી જ્યાંથી ખરીદી રહ્યા છો તેમણે કેટલી કિંમત નિર્ધારિત કરી છે. એનએચએઆઈ એ તેમની કિંમત 200 રૂપિયા નક્કી કરેલી છે. તેમની સાથે તેમના ઉપર ઘણી બેન્કો ઓફર પણ આપે છે.

ફાસ્ટ ટેગ કઈ રીતે રિચાર્જ કરો?

તેમના માટે બે વિકલ્પ છે પહેલો વિકલ્પ ના રૂપમાં જે બેંક દ્વારા તેને જારી કર્યું છે તેનાથી ફાસ્ટ ટેગ વોલેટ વપરાશ કરીને ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ના દ્વારા રિચાર્જ કરી શકાય છે, બીજો તમારી પાસે રહેલ પેટીમ અને ફોનપે જેવા મોબાઈલ વોલેટ થી પણ કોઈ પણ બેંક ના ફાસ્ટ ટેગને રિચાર્જ કરી શકાય છે.

ફાસ્ટ ટેગ ની વેલીડીટી કેટલી છે?

ફાસ્ટ ટેગ જારી થવાની તારીખ થી પાંચ વર્ષની અવધિ માટે વેલીડ છે. FASTag એકાઉન્ટમાં કરવામાં આવેલ રિચાર્જ ની વેલીડીટી ની કોઈ સમય સીમા નિર્ધારિત નથી અને આ ફાસ્ટ ટેગ અને વેલીડીટી પુરી થવા સુધી વેલિડ રહે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *