ક્યારેક એકબીજા પર જાન છિડકતા હતા આ સિતારા, બ્રેકઅપ ની ખબરોએ બધાને કરી દીધા હતા હૈરાન

ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સના કામની સાથે તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહે છે. ઘણા સિતારાઓ એકબીજા સાથે ડેટિંગ કરે છે અને વાત લગ્ન સુધી પહોંચે છે, અને ઘણાના સબંધ તૂટી પણ જાય છે. તો ચાલો એક નજર કરીએ ટીવી સ્ટાર્સ પર, જેઓ તેમના અફેરને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ તેના સબંધ વધુ સમય સુધી ટકી શક્યા નહીં.
બિગ બોસ 7 માં ગૌહર ખાન અને કુશાલ ટંડન વચ્ચેની નિકટતા વધતી જોવા મળી હતી. કુશાલ અને ગૌહરે પણ આ શોમાં બધાની સામે તેમણે સંબંધોને સ્વીકાર્યા હતા. આ કપલનો સંબંધ શો સમાપ્ત થયાના કેટલાક દિવસો સુધી ચાલ્યો હતો, પરંતુ બાદમાં બંને વચ્ચે સબંધ તૂટી ગયો હતો. જોકે કુશાલ અને ગૌહર હજી સારા મિત્રો છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ તેની કારકીર્દિની શરૂઆત જીટીવીના શો બનુ મેં તેરી દુલ્હનથી કરી હતી. આ સીરિયલમાં શરદ મલ્હોત્રા દિવ્યાંકાના સહ-કલાકાર હતા. આ શો દરમિયાન જ દિવ્યાંકાએ શરદને દિલ આપ્યું હતું. દિવ્યાંકા અને શરદે એકબીજાને લગભગ આઠ વર્ષ સુધી ડેટ કરી હતી. આ બંનેની જોડી ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત રહી હતી. પરંતુ આઠ વર્ષના સંબંધ પછી 2015 માં બંને અલગ થઈ ગયા. તેમના છૂટા થયા બાદ શરદ દિવ્યાંકા સાથે છેતરપિંડી કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
બિગ બોસ સિઝન 7 માં તનિષા મુખર્જી અને અરમાન કોહલીની જોડીએ ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. બંને એક સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. બંનેની વાત કરવાની શૈલીથી પ્રેક્ષકોને લાગવા માંડ્યું કે તે બંને સંબંધમાં છે. શો પૂરો થયા પછી બંને એવોર્ડ ફંક્શનમાં પણ સાથે દેખાયા હતા. જોકે, પાછળથી સમાચાર આવ્યા કે તેમનું બ્રેકઅપ થયું છે.
ફૈઝલ ખાન અને મુસ્કાન કટારિયા નચ બલિયે 9 ની શ્રેષ્ઠ જોડીમાના એક હતા. શોમાં કપલ વચ્ચે જોરદાર બોન્ડિંગ હતું, પરંતુ આ શો પછી બંને અલગ થઈ ગયા હતા. મુસ્કાને એક વેબસાઇટથી કહ્યું હતું કે હવે તેઓ અલગ થઈ ગયા છે.
ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રી ટીવીની પ્રખ્યાત જોડી હતી. તે બંને ખુલ્લેઆમ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ચુક્યા હતા પરંતુ તેમનો સંબંધ તૂટી ગયો અને તેઓ અલગ થઈ ગયા. બ્રેકઅપ બાદ ગૌરવ અને નારાયણી રાજીવ ખંડેલવાલના શો જજબાતમાં પહોંચ્યા હતા.