ગૌહર ખાન એ ઝૈદ દરબાર ની સાથે કર્યો અલગ અંદાજ માં ડાન્સ, જુઓ વિડીયો

ગૌહર ખાન એ ઝૈદ દરબાર ની સાથે કર્યો અલગ અંદાજ માં ડાન્સ, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન તેના પતિ ઝૈદ દરબાર સાથે ડાન્સ કરતી જોવા મળી છે. આ બંનેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. આ ડાન્સ વીડિયોમાં ગૌહર ખાન અને ઝૈદ દરબારના નવા ગીત ‘આજ સજેયા’ પર ડાન્સ કર્યો છે. ગૌહર ખાને આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારો દિવસ તમારા કારણે સજે છે અને હંમેશા સજશે’.

ગૌહર ખાન જ્યારે પણ આવે ત્યાં તેના પતિ સાથે ડાન્સ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. આ ડાન્સ વીડિયોમાં બંને ખૂબ જ સુંદર લાગે છે અને ખૂબ જ સારા અભિવ્યક્તિ આપતા જોવા મળે છે. અભિનેત્રીના આ વીડિયો પર ચાહકો સતત પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

ઝૈદ દરબારે તેમના ડાન્સ વીડિયો પર પણ કમેન્ટ કરતાં લખ્યું કે, ‘હાય માય બ્યુટિફુલ. aawww… આઈ લવ યુ.’ આ ડાન્સ વિડિઓએ ખૂબ વાહવાહી લૂંટી છે. તમને જણાવી દઈએ કે, બંનેએ ગયા વર્ષે 2020 માં લગ્ન કર્યા હતા. લોકડાઉનને કારણે બંનેના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર હતા.

ગૌહર ખાન છેલ્લે સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 14 ટીવી પર જોવા મળી હતી. ગૌહર ખાન વેબ સિરીઝ તાંડવમાં પણ જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં ગૌહર ખાન, સૈફ અલી ખાન અને સુનીલ ગ્રોવર સાથે જોવા મળ્યા હતા. તે જ સમયે, ગૌહર ખાન બિગ બોસ સીન 7 ની વિજેતા પણ રહી ચુકી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *