ગુજરાત સરકારે જારી કરી 9માં, 11માં ના સ્કૂલ ખુલવાની તારીખ

ગુજરાત ના શિક્ષા મંત્રી, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ બુધવાર 27 જાન્યુઆરી એ ઘોષણા કરી કે ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરવામાં આવેલ COVID-19 પ્રોટોકોલ ના અનુસાર, રાજ્ય ના બધાજ સ્કૂલ, 01 ફેબ્રુઆરી થી ધોરણ 9માં અને 11માં માટે ફરી થી ખુલશે.
શિક્ષામંત્રી ના આદેશ ના પછી હવે રાજ્ય માં લગભગ 10 મહિના પછી સ્કૂલ ખુલશે. રાજ્ય માં COVID-19 ના કેસમાં ઘટાડા ના પછી, 11 જાન્યુઆરી થી ધોરણ 10માં અને 12માં ના સ્કૂલો ને પહેલે થી ફરી થી ખોલવામાં આવી ચુક્યા છે. હવે રાજ્ય માં 9માં અને 11માં ના વિદ્યાર્થી ના પણ ક્લાસ ચાલુ થશે.
Schools for classes 9 and 11 to start from February 1, following COVID19 guidelines: Gujarat Education Minister, Bhupendrasinh Chudasama pic.twitter.com/0A0XahVSEH
— ANI (@ANI) January 27, 2021
દેશભર ના સ્કૂલ મહામારી ના ચાલતા માર્ચ 2020 થી બંધ છે. બધાજ રાજ્યોમાં પહેલા બોર્ડ પરીક્ષાર્થીઓ ના માટે સ્કૂલ ખુલવાનું શરુ થયું છે અને હવે અન્ય વિદ્યાર્થી માટે પણ સ્કૂલ ખુલવાનું શરુ થઇ ગયું છે. સ્કૂલ હજુ પણ COVID-19 ની સાવધાનીઓ ની સાથે જ ખોલવામાં આવશે. સ્કૂલો ને અને વિદ્યાર્થીઓ ને જરૂરી નિર્દેશો નું પાલક કરવાનું રહેશે.
સ્કૂલ માં એન્ટ્રી મેળવવા માટે વિદ્યાર્થી ની પાસે પેરેન્ટલ કન્સેટ લેટર હોવો જરુરી રહેશે. સોમવાર 01 ફેબ્રુઆરી થી શરુ થઇ થઇ રહેલ ક્લાસીસ ના દરમિયાન અને સ્કૂલ ના અંદર સંપૂર્ણ સમય વિદ્યાર્થી એ માસ્ક પહેરવું પડશે અને દુરી બનાવેલી રાખવી પડશે. સ્કૂલ માં એસેબલી અથવા કોઈ ફિજિકલ એક્ટિવિટી પણ નહિ થાય. સ્કૂલ માં એન્ટ્રી ના સમય બાળકો નું રોજે રેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.