દીકરા અગસ્ત્યા ની સાથે હાર્દિક પંડ્યા અને નતાશા એ કરી પુલ પાર્ટી, જુઓ આ તસવીરો

હાર્દિક અને નતાશાનો પુત્ર અગસ્ત્યા પાંચ મહિનાનો થઇ ગયો છે. અને બંને તેને પહેલી વાર પૂલમાં લઈ ગયા.
નતાશા આ દરમિયાન બ્લેક બિકીનીમાં જોવા મળી હતી, જે ખૂબ જ હોટ લાગી રહી હતી.
અગસ્ત્ય અને નતાશાનો ફોટો શેર કરતી વખતે હાર્દિકે લખ્યું કે, પૂલમાં ખૂબ શાંત, મારો દીકરો વોટર બેબી છે.
તે જ સમયે, નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા પણ શેર કર્યા અને લખ્યું કે, પૂલમાં અમારા પુત્રનો પ્રથમ દિવસ છે.
કહી દઈએ કે હાર્દિક અને નતાશા ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ માતા-પિતા બન્યા હતા.
હાર્દિકે ખુદ આ પૂલની મજાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે એકદમ વાયરલ પણ થઈ રહી છે. ચાહકો તેમના ફોટાઓ પર ખુબજ કમેન્ટ કરી રહ્યાં છે.
હાર્દિક અને નતાશાના પુત્ર પણ પૂલ મસ્તી દરમિયાન ખૂબ ખુશ અને કુલ દેખાયો હતો.