દીકરા અગસ્ત્ય ની સાથે પુલ માં મસ્તી કરતા જોવા મળ્યા હાર્દિક પંડ્યા, પત્ની Natasa Stankovic એ શેયર કરી તસ્વીર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને કારણે જ નહીં પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે પણ ચર્ચામાં છે. ફરી એકવાર આ ખેલાડીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તેણે પુલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિચ અને પુત્ર અગસ્ત્ય સાથેની તસવીરો શેર કરી હતી.
આ તસવીરોમાં અગસ્ત્ય તેના પિતા હાર્દિક અને માતા નતાશા સ્ટેનકોવિચ સાથે એકદમ કુલ જોવા મળી રહ્યો છે.
Too cool for the pool 😎 My boy’s clearly a water baby 😍 pic.twitter.com/FppLqjBtTx
— hardik pandya (@hardikpandya7) February 10, 2021
નતાશા સ્ટેનકોવિચે આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું છે કે પૂલમાં અમારા પુત્રનો પહેલો દિવસ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિચ તેમની તસવીરો અંગે ઘણી વાર ચર્ચામાં રહે છે. બંને ફક્ત તેમના તસવીરો વિશે જ ચર્ચામાં નથી, પરંતુ તેમના બાળકો અગસ્ત્ય વિશેના સમાચારોમાં પણ છે. તાજેતરમાં આ પહેલા પણ હાર્દિક અને તેના પુત્ર અગસ્ત્યની એક તસ્વીર વાયરલ થઈ છે. આ તસવીર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.
આ તસવીરમાં હાર્દિક તેના બાળક ઉપર જુકતા નજરે પડે છે. બાળક હસીને તેના ચહેરાને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ તસવીર શેર કરવાની સાથે સાથે નતાશા સ્ટેનકોવિચે લખ્યું – આઈ લવ યુ…