હવે કંઈક આવી દેખાઈ છે સલમાન ખાનની ‘મુન્ની’, જુઓ હર્ષલી મલ્હોત્રા ની થોડીક તસવીરો

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની ભૂમિકાથી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ દરેકના દિલ જીતનાર અભિનેત્રી હર્ષાલી મોટી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હર્ષાલીની તસવીરો તમને બતાવીયે અને વિશેષ બાબતો પણ કહીએ.
હર્ષાલી મલ્હોત્રા 2015 માં સલમાન ખાન સાથે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં જોવા મળી હતી.
ફિલ્મમાં હર્ષાલીએ મુન્નીની ભૂમિકાથી બધાના દિલ જીતી લીધા હતા. હર્ષાલીના ક્યુટનેસ અને સ્માઈલ ના બધાજ દીવાના થઇ ગયા હતા.
કહી દઈએ કે હર્ષાલી સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ ના માટે પોતાના ફોટોઝ અને વિડિયોઝ શેયર કરતી રહે છે.
હર્ષાલીએ ઇન્સ્ટાગ્રામ પર લગભગ 757 પોસ્ટ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર હર્ષાલીને પચાસ લાખથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે તે પોતે 219 લોકોને ફોલો કરે છે.
કહી દઈએ કે હર્ષાલીના ઇન્સ્ટાગ્રામ પર કેટરીના કૈફને લઈને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત ઘણા સેલેબ્સ સાથેના ફોટોઝ છે.