દિયા મિર્જા જ નહિ લગ્ન પહેલા બોલીવુડની આ અભિનેત્રીઓ હતી પ્રેગ્નેન્ટ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

દિયા મિર્જા જ નહિ લગ્ન પહેલા બોલીવુડની આ અભિનેત્રીઓ હતી પ્રેગ્નેન્ટ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલાં ગર્ભવતી થઈ ગઈ હતી. તાજેતરમાં જ બીજી વખત લગ્ન કરનાર દિયા મિર્ઝાએ તેની ગર્ભાવસ્થાના સમાચાર આપીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલાં માતા બનવાની સૂચિમાં શામેલ છે. ચાલો એક નજર કરીએ કે લગ્ન પહેલા કઈ અભિનેત્રીઓ ગર્ભવતી હતી.

દિયા મિર્ઝા : સૌથી પહેલા દિયા મિર્ઝા વિશે વાત કરીએ. દીયા મિર્ઝાના બીજા લગ્નને ફક્ત દોઢ મહિનાનો સમય થયો છે અને તેણે સારા સમાચાર આપ્યા છે. તેણે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરીને તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરી છે. એટલે કે, લગ્ન પહેલા જ દિયા મિર્ઝા ગર્ભવતી બની હતી.

નેહા ધૂપિયા : નેહા ધૂપિયાએ પોતાના બોયફ્રેન્ડ અને એક્ટર અંગદ બેદી સાથે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. લગ્નના થોડા મહિના પછી નેહા ધૂપિયાનો બેબી બમ્પ દેખાવા લાગ્યો. બાળકના જન્મ પછી, નેહા અને અંગદે ખુદ જાહેરમાં સ્વીકાર્યું કે નેહા લગ્ન પહેલા ગર્ભવતી હતી.

કલ્કી કોચેલિન ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી, અભિનેત્રી કલ્કી કોચેલિન તાજેતરમાં જ માતા બની છે. કલ્કીએ પણ તેની ગર્ભાવસ્થાના સમાચાર આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. જણાવી દઈએ કે આ અભિનેત્રીએ લગ્ન કર્યા વિના સંતાનને જન્મ આપ્યો છે.

નતાશા સ્ટેનકોવિચ : એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચ થોડા સમય પહેલા ક્રિકેટર હાર્દિક પાંડેયા સાથે લગ્ન કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે નતાશા લગ્ન પહેલા હાર્દિકના સંતાનની માતા બની હતી.

એમી જેક્સન : સાઉથની અભિનેત્રી એમી જેક્સન લગ્ન પહેલા પ્રિય પુત્રની માતા પણ બની ગઈ છે. તેણે હજી સુધી તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિટુ સાથે લગ્ન કર્યા નથી.

અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ પણ લગ્ન કર્યા વિના તેમના બાળકની માતા બની છે. તે બંને લિવ-ઇનમાં રહે છે.

સેલિના જેટલી : સેલિના જેટલીએ વર્ષ 2011 માં પીટર હેગ સાથે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નના નવ મહિના પછી, સેલિનાએ જોડિયાને જન્મ આપ્યો.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કોંકણા સેન શર્મા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તે રણવીર શોરેને ડેટ કરતી હતી. આ પછી તેણે રણવીર સાથે લગ્ન કર્યા.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *