કઈ હતી એ ઘટના, જેને યાદ કરતા પીએમ મોદી રડ્યા અને ગુલામ નબી આજાદ પણ થયા ભાવુક

કઈ હતી એ ઘટના, જેને યાદ કરતા પીએમ મોદી રડ્યા અને ગુલામ નબી આજાદ પણ થયા ભાવુક

થોડા દિવસો માં કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આજાદ ના રાજ્ય સભાના કાર્યકાલ ખતમ થવા જઈ રહ્યો છે. મંગળવારે રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ માટે વિદાય ભાષણ આપ્યું. પીએમ મોદીએ ગુલામ નબી આઝાદ સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કર્યા. પ્રધાનમંત્રીએ જૂના દિવસોને યાદ કરતાં તેમના ખુબ જ વખાણ પણ કર્યા. આ વિદાય ભાષણ દરમિયાન પીએમ મોદીએ એક ઘટના ને યાદ કરી અને ભાવુક થઈ ગયા.

વાત કંઇક એવી છે કે, આ ત્યારની વાત છે જ્યારે ગુલામ નબી આઝાદ અને નરેન્દ્ર મોદી પોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતા. આ વર્ષ 2006ની વાત છે. ગુજરાતી થોડાક લોકો જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા અને આ દરમિયાન આતંકવાદીઓએ હુમલો કરી દીધો. તેમાં આઠ લોકો માર્યા ગયા હતા. આ ઘટના પછી ગુલામ નબી આઝાદ નરેન્દ્ર મોદી ને ફોન કર્યો આ ઘટનાને યાદ કરતા પીએમ મોદી ભાવુક થઈ ગયા.

પીએમ મોદીએ કહ્યું “તે ફોન મને સૂચના દેવા માટે ન હતો પરંતુ આઝાદજીના આંસુ ઉભા રહી રહ્યા ન હતા. તે સમયે પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી હતા અને તેમને ફોન કર્યો કે જો ફોર્સ ના હવાઈ જહાજ મળી જાય તો શવ લાવવા માટે સારું રહે. તેમણે કહ્યું કે હું વ્યવસ્થા કરું છું. ત્યારબાદ ગુલામ નબી આઝાદજી નો એરપોર્ટ થી ફરીથી ફોન આવ્યો જે રીતે કોઈ પોતાના પરિવારની ચિંતા કરે છે એ જ રીતે ચિંતા ગુલામ નબી આઝાદ ના અવાજમાં તે દિવસે સંભળાઈ રહી હતી.”

ગુલામ નબી આઝાદ એ પણ આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે જ્યારે આતંકવાદી હુમલામાં ગુજરાત ના લોકો ની જાન ચાલી ગઈ ત્યારે તે ખૂબ રોયા હતા. આઝાદ એ કહ્યું કે તેમના જીવનમાં પાંચ એવા અવસર આવ્યા ત્યારે તે ખૂબ રોયાં હતા અને આતંકવાદી હુમલો તેમાંથી એક હતો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાજનીતિમાં વાર પલટવાર ચાલતો રહે છે પરંતુ મિત્ર હોવાના કારણે હું ગુલામ નબી આઝાદ નો ખૂબ જ આદર કરું છું. ત્યારબાદ જે આ પદને સંભાળે છે તેમને ગુલામ નબી આઝાદ સાથે મેચ કરવામાં ખૂબ જ મુશ્કેલી થશે.

પીએમ મોદીએ કહ્યું “મને વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની વિનમ્રતા અને દેશ માટે કંઈક કરવાની ચાહ તેમને ક્યારેય ચેનથી બેસવા નહીં દે. મને વિશ્વાસ છે જે પણ દાયિત્વ તે જ્યાં પણ સંભાળે છે ત્યાં જરૂરથી પોતાનું યોગદાન આપશે. હું તેમને શુભકામના આપું છું.”

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *