સોશ્યલ મીડિયા સેન્સેશન છે આન્દ્રે રસેલની વાઈફ, જુઓ તસવીરો અને જાણો લવ સ્ટોરી

સોશ્યલ મીડિયા સેન્સેશન છે આન્દ્રે રસેલની વાઈફ, જુઓ તસવીરો અને જાણો લવ સ્ટોરી

કેરેબિયન બેટ્સમેન આન્દ્રે રસેલે શુક્રવારે (1 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં બેટ વડે તબાહી સર્જી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા રસેલે માત્ર 31 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી કોલકાતાએ પંજાબને છ વિકેટે હરાવ્યું હતું.

જ્યારે આન્દ્રે રસેલ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરવા માટે પ્રખ્યાત છે, ત્યારે તેની પત્ની જેસિમ લૌરા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. જેસીમ વ્યવસાયે મોડલ છે અને તેનો જન્મ અમેરિકાના મિયામીમાં થયો હતો.

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રસેલ અને જેસીમે વર્ષ 2014માં સગાઈ કરી અને ત્યારબાદ વર્ષ 2016માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ જસીમ હવે જમૈકામાં રહે છે. વર્ષ 2020 માં, જેસિમે એક પુત્રીને જન્મ આપ્યો. રસેલ અને જેસીમની પુત્રીનું નામ આલિયા રસેલ છે.

જસીમે માત્ર 19 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. જેસીમ લૌરા ઘણીવાર આન્દ્રે રસેલ સાથે ફરે છે. IPLની ઘણી સીઝનમાં તે KKRને ચીયર કરતી જોવા મળી હતી. જસીમ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની મોટી ફેન છે.

જેસીમ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે. તેના ફોલોઅર્સની સંખ્યા 3 લાખ 56 હજારથી વધુ છે. તે સમયાંતરે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. રસેલની બોડી ફિટનેસ શાનદાર છે, પરંતુ તેની પત્ની જસીમ પણ ઓછી નથી. મા બનવા છતાં જસીમે પોતાની જાતને ફિટ રાખી છે.

પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોનું દિલ જીતનાર જસીમે અનેક એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન, બ્રાન્ડ માટે કામ કર્યું છે. જેસીમ લૌરાને મોડલિંગ સિવાય શોપિંગ, ટ્રાવેલિંગ અને પાર્ટી કરવાનો પણ ખૂબ શોખ છે. જાસીમનું ફેવરિટ ફૂડ મેક્સિકન અને ઈટાલિયન નોન-વેજ છે.

આન્દ્રે રસેલ અને જેસિમની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે અને બંને એકબીજા માટે પોતાની જાન આપી દે છે. આન્દ્રે રસેલે એકવાર તેના જન્મદિવસ પર ખુલાસો કર્યો હતો કે તેની સુંદર પત્નીના દબાણને કારણે તે રમત દરમિયાન સારું પ્રદર્શન કરી શકે છે.

તમામ ફોટો ક્રેડિટ્સ: (ઇન્સ્ટાગ્રામ)

Ketan Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *