જયારે ઈશા અંબાણી 1 લાખ રૂપિયાના શિફોન ડ્રેસમાં આવી નજર, 75000 ની સફેદ હિલ્સ એ ખેંચ્યું ધ્યાન

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. તે જે પણ પહેરે છે તેમાં તે છવાઈ જાય છે. તાજેતરમાં, અમને તેની એક તસવીર મળી જેમાં તે ક્રેપ શિફોન ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ ડ્રેસ ઘણો મોંઘો છે. ચાલો તમને તેના ડ્રેસની કિંમત જણાવીએ.
સૌથી પહેલા તો જાણી લો કે, તેના પિતાના પગલે ચાલીને ઈશાએ બિઝનેસના ક્ષેત્રમાં પગ મૂક્યો અને તેમાં અપાર સફળતા મેળવી. આ પછી, તેણીએ 12 ડિસેમ્બર 2018 ના રોજ ‘પિરામલ એન્ટરપ્રાઇઝ’ના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા. બંને પોતાનું સુખી જીવન જીવી રહ્યા છે.
તાજેતરમાં, ઈશા અંબાણીની તેના મિત્રો સાથે ડિનર ડેટ પર જતી જૂની તસવીર જોવા મળી. ફોટામાં ઈશા હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. તેણીએ કાળો અને સફેદ ક્રેપ શિફોન ટાયર્ડ ડ્રેસ પહેર્યો હતો જેમાં ગ્રાફિક રેખાઓ દર્શાવવામાં આવી હતી. તેમાં ટર્ટલ નેકલાઇન હતી. આ ડ્રેસમાં તે જેટલી સુંદર દેખાતી હતી તેટલી જ તેના ડ્રેસની કિંમત જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા.
ઈશા અંબાણીના એક ફેન પેજએ ડ્રેસની વિગતો શેર કરી છે. તેણીનો આ અદભૂત ડ્રેસ ‘Proenza Schouler’ બ્રાન્ડનો છે. જો તમે પણ ઈશાના આ લુકને રિક્રિએટ કરવા માંગો છો તો તમારે તેના માટે ઘણો ખર્ચ કરવો પડશે. ખરેખર, ઈશા અંબાણીના ડ્રેસની કિંમત 1,21,000 રૂપિયા છે.
આ સિવાય તેણીએ પહેરેલી સફેદ હીલ ‘YSL’ બ્રાન્ડની હતી, જેની કિંમત 75,862 રૂપિયા હતી. અગાઉ, અમને ઈશા અંબાણીની જૂની તસવીર મળી હતી, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ તસવીર વર્ષ 2017ની છે, જ્યારે તેના ઘરે ‘એન્ટીલિયા’માં ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોટોમાં તે શ્રદ્ધા કપૂર અને એક મિત્ર સાથે પોઝ આપી રહી હતી.
અત્યારે તમને ઈશા અંબાણીની આ ડ્રેસ કેવો લાગ્યો?