રસ્તા પર બેસીને માટીના વાસણ ખરીદતી નજર આવી કંગના રનૌત, શૂટિંગ ના પછી નીકળી હતી શોપિંગ પર

રસ્તા પર બેસીને માટીના વાસણ ખરીદતી નજર આવી કંગના રનૌત, શૂટિંગ ના પછી નીકળી હતી શોપિંગ પર

અભિનેત્રી કંગના રનૌત હાલમાં તેની એક્શન ફિલ્મ ધકડનું શૂટિંગ કરી રહી છે. જાન્યુઆરીમાં જ કંગના આ ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશ પહોંચી હતી. કંગના ‘ધાકડ’ માટે દિવસ-રાત શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કંગનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંગના માટીના વાસણો ખરીદતી જોવા મળે છે. તેમજ કંગના માટી ના વાસણો વિશે માહિતી લેતી રસ્તા પર બેઠેલી જોવા મળી રહી છે.

આ વીડિયોને કંગનાના એક ચાહકે તેના ફેનપેજ પર અપલોડ કર્યો છે. ખરેખર, કંગના ‘ઘાકડ’ના શૂટિંગ માટે સારણીની જઇ રહી હતી, ત્યારે તેને હાઇવે પર શાહપુર નજીક માટીના વાસણની દુકાન જોઇ. કંગનાએ તરત જ તેની ગાડી રોકી અને માટીકામની દુકાન તરફ દોડી ગઈ.

કંગનાએ તે દુકાનમાંથી માટીના બનેલા ચાના કપ ખરીદ્યા.

મળતી માહિતી મુજબ કંગનાએ તે દુકાનમાંથી 780 રૂપિયામાં ખરીદી કરી હતી. કંગનાએ દુકાનમાંથી માટીના કપ, માટીના જગ અને કેટલાક ગ્લાસ ખરીદ્યા. આ સમય દરમિયાન ત્યાં કંગનાને જોવા માટે લોકોનું ટોળું એકત્રિત થયું હતું. અભિનેત્રીએ ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી અને કેટલાક ઓટોગ્રાફ પણ આપ્યા હતા.

ખરીદી કર્યા પછી કંગના થોડા સમય માટે સ્ટોર પર રોકાઈ. તે દરમિયાન તેમણે માટીકામની દુકાનના માલિક અને તેના બાળકો સાથે વાતચીત પણ કરી અને માટીકામ વિશે ઘણી માહિતી પણ લીધી. થોડા સમય પછી કંગના ત્યાંથી રવાના થઈ ગઈ, પરંતુ તેની શૈલી અભિનેત્રીના ચાહકોને ખૂબ પસંદ આવી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *