મણિકર્ણિકા જ નહિ આ ફિલ્મો માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકી છે કંગના રનૌત

મણિકર્ણિકા જ નહિ આ ફિલ્મો માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકી છે કંગના રનૌત

તાજેતરમાં જ, 67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં કંગના રનૌતનું ફરી એક વખત સન્માન કરવામાં આવ્યું હતું. મણિકર્ણિકા ફિલ્મમાં ઝાંસી કી રાનીની ભૂમિકા માટે કંગના રનૌતને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી છે. 23 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવનારી કંગનાને એક દિવસ પહેલા આટલી મોટી ભેટ મળી છે. જોકે, કંગનાને અગાઉ પણ તેની ફિલ્મો માટે રાષ્ટ્રીય સમ્માન મેળવી ચુકી છે.

પંગા

કંગના ને ફિલ્મ ‘મણિકર્ણિકા’ તેમજ ફિલ્મ ‘પંગા’ માટે રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાએ કબડ્ડીની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડીનો રોલ કર્યો હતો. અશ્વિની અયર તિવારીની આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

તનુ વેડ્સ મનુ રીટર્ન્સ

આનંદ એલ રાયની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં તનુ અને દત્તો નામની બે જુદી જુદી છોકરીઓ કંગના રનૌત એ કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તેમના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે તેમને 2015 માં રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી.

કવિન

વિકાસ બહલ દિગ્દર્શિત ફિલ્મ ‘ક્વીન’ કંગનાની કારકિર્દીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં, તેણે એક છોકરીનું પાત્ર ભજવ્યું હતું, જે લગ્ન તૂટી જાય છે અને પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યા પછી તેના હનીમૂન પર એકલી જાય છે. રાજકુમમાર રાવે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કંગના રનૌતને વર્ષ 2014 માં ફિલ્મ ક્વીન માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી. તેની સફળતા પછી, તે બોલિવૂડની ‘ક્વીન’ તરીકે ઓળખાઈ.

ફેશન

વર્ષ 2008 માં કંગનાને ફિલ્મ ‘ફેશન’ માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં ન હોવા છતાં પણ કંગનાએ લાઈમલાઇટ પોતાનું નામ બનાવ્યું હતું. ફિલ્મમાં, તેમણે એક મોડેલ નો કિરદાર નિભાવ્યો હતો જે ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ પામે છે. ફિલ્મમાં કંગનાએ પ્રિયંકા ચોપડાને જોરદાર લડત આપી હતી.

આ 5 ફિલ્મો માટે કંગનાને રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી છે. આ સિવાય કંગનાને તેના જોરદાર અભિનય માટે ફિલ્મફેર અને આઈફા જેવા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. કંગના એ બોલિવૂડ એક્ટ્રેસ છે જેણે શાહરૂખ, સલમાન અને આમિર ખાન સાથે હજી સુધી એક પણ ફિલ્મ કરી નથી. કંગના મોટે ભાગે સ્ત્રીકેન્દ્રિત ફિલ્મો કરતી જોવા મળે છે. ટૂંક સમયમાં કંગના ‘ધાકડ’ અને ‘થલાઈવી’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *