કપિલ શર્મા સહીત આ શોની કાસ્ટ એક એપિસોડ માટે લઇ છે આટલી ફીસ, જાણીને થઇ જશો હૈરાન

કપિલ શર્મા સહીત આ શોની કાસ્ટ એક એપિસોડ માટે લઇ છે આટલી ફીસ, જાણીને થઇ જશો હૈરાન

ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડિયન શો “ધ કપિલ શર્મા શો” પાછલા ઘણાં વર્ષોથી દર અઠવાડિયે લોકોને હસાવતો જોવા મળ્યો છે. આ શો ટીવીની દુનિયામાં સૌથી લોકપ્રિય શો છે. આ શોમાં કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંઘ, ચંદન પ્રભાકર સહિતના અન્ય કલાકારો વર્ષોથી આપણા ફેવરિટ બન્યા છે. તેઓએ સાથે મળીને લોકોને ખૂબ હસાવ્યા છે પરંતુ હવે આવું નહીં થાય.

ઘણા સમયથી એવા અહેવાલો આવ્યા હતા કે શો ટૂંક સમયમાં બંધ થવા જઇ રહ્યો છે, જેમાં કપિલ શર્માએ પણ પુષ્ટિ આપી હતી. તેણે ટ્વિટર પર #AskKapli સેશનમાં કહ્યું કે પરિવારને હાલમાં તેની જરૂર છે અને તેથી તે થોડો સમય વિરામ લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં નવી સીઝન સાથે પરત ફરશે પરંતુ તે ક્યારે થશે તે જાહેર થયું નથી. શો બંધ થાય તે પહેલાં, અમે તમને જણાવીએ છીએ કે “ધ કપિલ શર્મા શો” ની કાસ્ટ દરેક એપિસોડ માટે કેટલી ફી લે છે.

સૌ પ્રથમ, ચાલો આ શોના સુપરહીરો કપિલ શર્માની ફી વિશે વાત કરીએ. એક એપિસોડ દરમિયાન ઉદિત નારાયણે કહ્યું હતું કે કપિલ તેના શોના એક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા લે છે. આટલું જ નહીં કપિલ શર્માએ પોતે પણ કહ્યું છે કે તેણે 15 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે.

બીજા નંબરની વાત કરીએ તો કોમેડી શોમાં જજની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી અર્ચના પૂરણસિંહ દરેક એપિસોડ માટે 10 લાખ રૂપિયા લે છે.

શોમાં સપના બ્યૂટી પાર્લર વાલીનો રોલ કરનાર કૃષ્ણા અભિષેક એક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયા લે છે.

હાસ્યની રાણી ભારતી સિંહને કોઈ ઓળખની જરૂર નથી. ભારતી ઘણા શોમાં જોવા મળી છે. જોકે, તે કપિલ સાથે છેલ્લા ઘણા સમયથી તેના શોમાં જોવા મળી હતી. આ શોમાં ભારતી વિવિધ પાત્રોમાં જોવા મળી રહી છે. ભારતી આ પાત્રો માટે આશરે 10 થી 12 લાખ રૂપિયા લે છે.

ઘરે ઘરે પ્રખ્યાત થયેલા કિકુ શારદાને પણ આ શોની જિંદગી કહેવામાં આવે છે. તેમને આ શોમાં એક એપિસોડ માટે 5 થી 7 લાખ રૂપિયા મળે છે.

‘ધ કપિલ શર્મા શો’માં ચંદુ ચાઇવાલા અથવા અભિનેતા ચંદન પ્રભાકર થોડી મિનિટો માટે સ્ક્રીન પર આવે છે અને દરેક એપિસોડ માટે આશરે 5 લાખથી 7 લાખનો ચાર્જ લે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *