કપિલ શર્માની દીકરી સાથેની આ ખાસ તસ્વીર થઇ રહી છે વાયરલ, ખુબજ લાગી રહી છે ક્યૂટ

કોમેડી કિંગ કપિલ શર્માની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના પર્સનલ લાઈફ વિશે ચાહકોને અપડેટ કરતા રહે છે. થોડા દિવસો પહેલા કપિલ શર્માની પત્ની ગિન્ની ચત્રથે તેમના પુત્રને જન્મ આપ્યો હતો અને તેણે જાતે જ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન કપિલ શર્માએ ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, કપિલ શર્માએ પોતાની પુત્રી અનાયરા સાથે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. તસવીરમાં કપિલે નાની અનાયરાને ખોળામાં લીધી છે અને બંને કેમેરા તરફ પોતાનો હાથ બતાવતા નજરે પડે છે. કપિલના ચાહકો આ તસવીર પર પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર પણ કપિલ અને અનાયરાની તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
તસ્વીરમાં, અનાયરા તેના પિતાની બરાબર નકલ કરી રહી છે. કપિલે ફોટો સાથે કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું ‘ગુડ મોર્નિંગ એવરીવન’. ફોટો પોસ્ટ કર્યાના બે કલાકમાં જ 1 લાખથી વધુ વ્યૂ અને લાઈક્સ મળી ગયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બર, 2018 ના રોજ કપિલ શર્માએ ગિન્ની ચત્રથ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. ગિન્નીએ લગ્નના એક વર્ષ પછી, 10 ડિસેમ્બર 2019 ના રોજ અનાયરાને જન્મ આપ્યો. હવે કપિલની પત્નીએ 1 ફેબ્રુઆરીએ પ્રેમાળ પુત્રને જન્મ આપ્યો. જેના ચાહકો આતુરતાપૂર્વક તેનું નામ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, થોડા સમય પહેલા કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે જલ્દીથી ડિજિટલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ અંગે ઘણી અફવાઓ પણ ફેલાઇ હતી, પરંતુ બાદમાં કપિલે સારા સમાચાર શેર કરતાં કહ્યું કે, ‘આ એક મોટી ખુશખબરી છે, અફવાઓ પર ધ્યાન ના આપો, બસ મારો વિશ્વાસ કરો હું નેટફ્લિક્સ પર આવી રહ્યો છું’.