ડાયાબીટીશ થી લઈને કૈંસર સુધી ફાયદાકારક છે કારેલા, જાણો તેના અન્ય ફાયદાઓ

ડાયાબીટીશ થી લઈને કૈંસર સુધી ફાયદાકારક છે કારેલા, જાણો તેના અન્ય ફાયદાઓ

કારેલા તેના કડવા સ્વાદ માટે જાણીતા છે. વળી, આ કડવા કારેલા તંદુરસ્ત સ્વાસ્થ્ય લાભ માટે પણ પ્રખ્યાત છે. વજન ઓછું કરવા માટે લોકો કારેલા ના જ્યૂસનું સેવન કરે છે. કારેલા સમગ્ર સ્વાસ્થ્ય, ત્વચા, વાળ અને આંખો ના માટે પણ ફાયદાકારક છે. કારેલા કૈંસર અને ડાયાબીટીશ ના ખતરા ને પણ ઓછું કરી શકે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ છે

કારેલા ટાઈપ I અને ટાઈપ II ડાયાબિટીઝમાં બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. ડાયાબિટીઝ ના દર્દીઓ ને રોજે એક ગ્લાસ કરેલા ના જ્યુસ નું સેવન ની સલાહ આપવામાં આવે છે.

સ્વસ્થ ત્વચા અને વાળ રાખવામાં મદદગાર

કારેલા એન્ટીઓકિસડન્ટો અને વિટામિન એ અને સીથી ભરપુર છે જે ત્વચા માટે સારા છે. તે ખીલ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. વાળ ખરવાની સમસ્યાઓમાં અને ડેન્ડ્રફ માં પણ કારેલા ફાયદાકારક છે.

કેન્સર ના જોખમને ઓછું કરે છે

કારેલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને એલર્જી અને ચેપ અટકાવે છે. તેના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

કારેલા કેલેરીમાં ઓછા હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે ચરબીના કોષોની રચના અને વિકાસને અટકાવે છે, જે શરીરમાં ચરબીના સંચય માટે જવાબદાર છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

પાચનમાં સુધારો કરે છે

કારેલા ફાઇબરથી ભરપૂર હોય છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. કબજિયાતવાળા લોકોએ નિયમિત રીતે કારેલા નું સેવન કરવું જોઈએ.

હૃદયના સ્વાસ્થ્ય માટે

કારેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને હાર્ટઅટેક ના જોખમને ઓછું કરે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લેવી જરૂરી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *