પ્રિયંકા ચોપડાના રેસ્ટોરેન્ટ પહોંચ્યા કેટરીના કૈફ અને વિક્કી કૌશલ, એક્ટ્રેસે આ રીતે કર્યું સ્વાગત

નવવિવાહિત કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ હાલમાં ન્યૂયોર્કમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે. ન્યુયોર્કથી સતત બંનેની તસવીરો સામે આવી રહી છે, જેમાં તેઓ ચિલ કરતા જોવા મળી રહ્યા છે.
હવે તાજેતરમાં, કેટરિના કૈફે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે અને વિકી પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટની મુલાકાત લેતા જોવા મળે છે. અભિનેત્રીએ આ ફોટો શેર કરતા પ્રિયંકાના વખાણ પણ કર્યા છે.
કેટરિનાની પોસ્ટને રી-શેર કરતી વખતે પ્રિયંકાએ પણ પોતપોતાની રીતે બંનેનો આભાર માન્યો છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ફોટો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું, ‘સોના ન્યૂયોર્ક હંમેશા તમારું સ્વાગત કરે છે’.
આ પહેલા પણ વિકી અને કેટરીનાના ફોટો સામે આવ્યા હતા, જેમાં બંને ન્યૂયોર્કના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા.
હાલમાં જ કેટરીનાએ વિકી કૌશલ સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં બંને પૂલમાં એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા. આ ફોટોમાં કેટરિના વ્હાઇટ મોનોકોનીમાં જોવા મળી હતી.