જો તમે પણ ઘરમાં પૂજા કરવા જઈ રહ્યા છો તો આ વાતોનું રાખો ધ્યાન, જલ્દી મળશે સારું ફળ

જો તમે પણ ઘરમાં પૂજા કરવા જઈ રહ્યા છો તો આ વાતોનું રાખો ધ્યાન, જલ્દી મળશે સારું ફળ

પૂજા દરેક માનવીના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. લગભગ દરેક હિન્દુ ઘરમાં એક મંદિર હોય છે, જ્યાં ઘરના દરેક સભ્ય પૂજા કરીને પોતાના સારા દિવસની શરૂઆત કરે છે. કેટલાક લોકો એવા હોય છે, જેઓ પોતાની સગવડ મુજબ પૂજા કરે છે, તે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. પૂજા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે દરેક વ્યક્તિએ અનુસરવા જોઈએ. જે લોકો વાસ્તુના નિયમોનું પાલન કરે છે તેમના માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પૂજાનું સ્થાન બનાવવું શુભ છે. આ સ્થાન પર ઘરમાં મંદિર હોવાને કારણે ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ તમામ પ્રકારની પરેશાનીઓ થી બચેલા રહે તેમજ ધનલાભ સારો થાય છે.

મંદિરમાં ના રાખો તૂટેલી મૂર્તિઓ

જ્યારે પણ દેવી-દેવતાઓની મૂર્તિ રાખવામાં આવે ત્યારે ધ્યાન રાખો કે પૂજા કરતી વખતે વ્યક્તિનો ચહેરો ઉત્તર અને પૂર્વ તરફ હોવો જોઈએ. મૂર્તિ રાખતી વખતે ધ્યાનમાં રાખો કે મૂર્તિઓ તૂટેલી ના હોય. જો મૂર્તિ ભૂલથી તૂટી ગઈ હોય તો તેને પૂજા સ્થળ પરથી દૂર કરીને વહેતા પાણી અથવા નદીમાં ફેંકી પ્રવાહ કરી દેવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિનો ચહેરો ક્યારેય ઢાંકવો ના જોઈએ, ફૂલો અને માળા ચડાવ્યા પછી પણ તેનો ચહેરો ખુલ્લો રહેવો જોઈએ.

વાસ્તુના અનુસાર મંદિરમાં આ કામ કરવા જોઈએ

કેટલાક લોકો પોતાના ઘરના મંદિરને ગંદુ અથવા અંધારામાં રાખે છે, તેનાથી ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી રહે છે. તેથી મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને મંદિર અંધારમાં ના રહે તેમ રાખવું જોઈએ.

ભૂલીને પણ, ઘરના રસોડામાં મંદિર ન બનાવવું જોઈએ.

ઘરમાં બનેલા મંદિરમાં દરરોજ સવારે અને સાંજે ઘંટડી વગાડવી જોઈએ, કહેવાય છે કે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે.

મંગળવાર, શુક્રવાર, રવિવાર, પૂર્ણિમા, દ્વાદશી અને અમાવસ્યાના રાત્રે અને સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ. તુલસી અને ગંગાજળ ક્યારેય વાસી થતા નથી, આ સિવાય મંદિરમાં અર્પણ કરવા માટે કોઈ વાસી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ.

ચામડાની બનેલી વસ્તુઓ મંદિરમાં ન લાવવી જોઈએ અને ભૂલથી પણ મૃતક પરિજનની તસવીર ઘરના મંદિરમાં ન લગાવવી જોઈએ.

જ્યારે પણ તમે રાત્રે સૂવા જાવ ત્યારે મંદિરની સામે પડદો ઢાંકવાનું ભૂલશો નહીં. તેનાથી ભગવાનને આરામ કરવા માટે કોઈ સમસ્યા ઉભી થાય નહીં.

ડિસ્ક્લેમર : ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

Hardip Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *