KGF ચેપ્તર 2 માં ‘અધીરા’ બનવા માટે સંજય દત્ત ને કલાકો સુધી કરવું પડતું હતું આ કામ

સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપટર 2 ની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ અંગે દર્શકોમાં એક અલગ જ ચર્ચા છે. વિશેષ વાત એ છે કે આ ફિલ્મનું ટીઝર બે દિવસ પછી રિલીઝ થવા જઈ રહ્યું છે, પરંતુ ટીઝર પહેલા જ સંજય દત્તે આ ફિલ્મમાંથી પોતાનો અધીરા લુક શેર કરી દીધો છે.
સંજય દત્તે મુકેલા ફોટામાં તે હાથમાં ધાતુની તલવાર પકડેલા જોવા મળે છે. આ પોસ્ટર શેર કરતા સંજય દત્તે કેપ્શન આપ્યું છે કે, ‘તમારી વચ્ચે પ્રસ્તુત છે ‘અધીરા’ અને ફિલ્મનું ટીઝર બે દિવસ પછી એટલે કે 8 જાન્યુઆરીએ સવારે 10:18 વાગ્યે આવી રહ્યું છે. ‘
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા સંજય દત્ત પહેલીવાર દક્ષિણ ભારતની ફિલ્મમાં જોવા મળશે. એક ઇન્ટરવ્યુમાં સંજય દત્તે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, ‘અધિરા એ મારા દ્વારા ભજવવામાં આવેલું ક્રેઝી પાત્ર છે, લુક અપનાવવા માટે અધિરા બનવાની ઘણી શારીરિક તૈયારી કરવી જરૂરી હતી. મેક-અપમાં લગભગ 1.5 કલાકનો સમય લાગતો હતો અને તે જ સમયે પાત્રમાં આવવા માટે માનસિક રીતે ઘણી તૈયારી કરવી પડી હતી.
સંજય દત્તે કહ્યું કે, ‘ફિલ્મમાં યશ અને મારો ફેસ-ઓફ છે, જે ચોક્કસપણે ખૂબ જ મજેદાર હશે. ઘણાં પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દ્રશ્યોની સુંદર કોરિયોગ્રાફી કરવામાં આવી છે. ફિલ્મમાં એક્શન ખૂબ વધારે છે, ઉપરાંત, હું ઇચ્છું છું કે દર્શકો વધારે કંઇ કહ્યા વિના ફિલ્મમાં એક્શનની મજા લે.”
View this post on Instagram
સંજયના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રેક્ષકોનો ઉત્સાહ ચરમસીમાએ પોહચી ગયો છે, જ્યારે સંજય પોતે પણ આ વિશે ખૂબ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે પ્રશાંત નીલ દિગ્દર્શિત ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ નું ટીઝર 8 જાન્યુઆરી, 2021 ના રોજ સવારે 10:18 વાગ્યે રિલીઝ થશે.