પત્નીની સાથે માલદીવ્સમાં રોમેન્ટિક થયા ‘KGF સ્ટાર’ યશ, વાયરલ થઇ ખુબસુરત તસ્વીર

ફિલ્મ કેજીએફથી દેશ અને દુનિયામાં લોકપ્રિય બનેલા અભિનેતા યશ, આજકાલ માલદિવ્સમાં પોતાના સંપૂર્ણ પરિવાર સાથે રજાઓ વિતાવી રહ્યા છે. અભિનેતાએ હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પત્ની અને બાળકો સાથે ઘણી તસવીરો શેર કરી છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર તેના બધા ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.
View this post on Instagram
યશએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના બાળકો અને તેની પત્ની રાધિકા પંડિત સાથે કુલ ચાર તસવીરો શેર કરી છે. તેમને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું કે, “જો વિશ્વમાં ક્યાંક ઉષ્ણકટિબંધીય સ્વર્ગ હોય, તો તે અહીં છે.” માલદીવ, લો અમે અહીં આવી ગયા !! ”
અભિનેતા યશ તેની પત્ની અને બંને બાળકો સાથે એક તસવીરમાં જોવા મળ્યા છે. હવે પછીની તસવીરમાં તે પોતાની પુત્રીને ખોળામાં લઇ રહ્યા છે. આ બંને તસવીરો દરિયા કિનારાની છે.
ત્રીજી તસવીરમાં યશ તેના નાના પુત્ર સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે ચોથી અને અંતિમ તસવીરમાં યશ તેની પત્ની રાધિકા પંડિત સાથે જોવા મળી રહ્યા છે. વિશેષ વાત એ છે કે યશ તેના બ્લોકબસ્ટર હિટ કેજીએફ લુકમાં માલદીવમાં રજા માણી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અભિનેતા યશ કન્નડ ફિલ્મોમાં સક્રિય છે. વર્ષ 2018 માં બહાર આવેલી ફિલ્મ કેજીએફ ચેપટર 1 દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી. આ ફિલ્મ કન્નડ સિનેમાની સૌથી મોટી ફિલ્મ હોવાનું બહાર આવ્યું હતું. યશનું અસલી નામ ‘નવીન કુમાર ગૌડા’ છે. તેનો જન્મ 8 જાન્યુઆરી 1986 ના રોજ કર્ણાટકના હાસનમાં થયો હતો.
યશ ટીવી સીરીયલમાં પણ કામ કરી ચુક્યા છે. તેની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલથી થઈ હતી. યશ પહેલીવાર સીરીયલ નંદા ગોકુલમાં કામ કર્યું હતું. આ સમય દરમિયાન તે રાધિકા પંડિતને મળ્યા, જે આજે તેની પત્ની છે. સિરિયલના શૂટિંગ દરમિયાન બંને મળ્યા અને પ્રેમમાં પડ્યા હતા.
યશ અને રાધિકા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી હતી. આ પછી, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. વર્ષ 2016 માં બંનેના લગ્ન થયા. આજે બંને બે બાળકોના માતા-પિતા છે, એક પુત્રી અને એક પુત્ર. પુત્રીનું નામ આર્યા છે જ્યારે પુત્રનું નામ યથર્વ છે.
તાજેતરમાં જ 35 વર્ષના થયા યશ
યશ આ મહિનાની 8 મી તારીખે તેનો 35 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે અભિનેતાના લાખો કરોડ ચાહકોએ તેમને વિશેષ રીતે અભિનંદન આપ્યા. જ્યારે તેમની પત્ની રાધિકા પંડિતે પણ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. રાધિકાએ આ પ્રસંગે સોશિયલ મીડિયા પર શાનદાર કેપ્શન પણ આપ્યું હતું. તેમણે લખ્યું છે કે, ‘કેટલીક વખત મને આશ્ચર્ય થાય છે કે તમે મારા માટે કેમ આટલા પરફેક્ટ છો… પછી મને ખ્યાલ આવે છે, કેમ કે તમે મારી સાથે કેક શેર કરો છો. હેપી બર્થડે મારા બેસ્ટિ. #radhikapandit #nimmaRP ‘.
અભિનેતા યશના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, આ દિવસોમાં તે તેની બહુ પ્રતીક્ષિત ફિલ્મ કેજીએફ ચેપટર 2 સાથે ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. તેના ટીઝરએ સોશિયલ મીડિયા પરના તમામ રેકોર્ડોને તોડી નાખ્યા છે. ચાહકોને ટીઝર ખૂબ પસંદ આવી રહ્યું છે. 7 જાન્યુઆરીએ રિલીઝ થયેલું આ ટીઝર 14 દિવસની અંદર અત્યાર સુધીમાં 15 કરોડ 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.