લગ્ન પછી કાજોલ ને અજય દેવગનની માતા સાથે તાલમેલ બેસાડવામાં આવી હતી મુશ્કેલી, જણાવ્યો આ કિસ્સો

લગ્ન પછી કાજોલ ને અજય દેવગનની માતા સાથે તાલમેલ બેસાડવામાં આવી હતી મુશ્કેલી, જણાવ્યો આ કિસ્સો

બી-ટાઉનના મનપસંદ યુગલોમાં એક કાજોલ અને અજય દેવગન છે. આ કપલને ચાહકો ખૂબ પસંદ કરે છે. જ્યારે અજય દેવગન શાંત સ્વભાવના છે, કાજોલ નટખટ પ્રકારની છે. બંનેના સ્વભાવમાં ઘણો તફાવત છે. જો કે, કાજોલની આ પ્રકૃતિને કારણે તેના સાસરિયામાં ઘણી સમસ્યાઓ થઈ હતી.

લગ્ન પછી કાજોલ તેના સાસરાના ઘરે પહોંચી ત્યારે તેને સાસરિયાઓ સાથે તાલમેલ રાખવા માટે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેની સાસુ વીણા દેવગન હંમેશાં કાજોલને ટેકો આપે છે અને આખો સમય તેની સાથે જ રહે છે. ચાલો જાણીએ કે કાજોલના સાસુ-સસરા સાથે કેવા સંબંધ છે.

કાજોલ તેના સાસરીયાના પહેલા અનુભવ વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “લગ્ન કર્યા બાદ તેણી જ્યારે સાસરિયામાં આવી છે ત્યારથી તેની સાસુએ તેની પુત્રીની જેમ પ્રેમ આપ્યો છે. જો કે, કાજોલ ને લગ્નના થોડાક સમય સુધી દેવગન પરિવાર માં ઢળવા માં થોડી મુશ્કેલીઓ આવી હતી. અને તેનું મુખ્ય કારણ તેમનો નટખટ અંદાજ હતો. કાજોલ માને છે કે તેનો સ્વભાવ સાસુ-સસરાના ઘરના દરેક કરતા ઘણો અલગ હતો.”

કાજોલે કહ્યું હતું કે, “તે એકદમ જોલી સ્વભાવ, મોટેથી હસતી અને મસ્તીખોર છોકરી છે, બીજી બાજુ દેવગન પરિવારના બધા લોકો ખૂબ જ શાંત અને સોફ્ટ સ્પોકન લોકો હતા. કાજોલે આગળ કહ્યું કે ‘કારણ કે તેમના માટે સાસરિયામાં બધા નવા અને અલગ હતા, એટલા માટે તે ના તો વધુ બોલતી હતી અને ના ખુદની મરજીથી કિચનમાં કોઈ સામાન લેતી હતી.”

દેવગન પરિવાર માટે કાજોલનો તેમના વિપરીત સ્વભાવ સ્વીકારવું પણ સરળ નહોતું, પરંતુ તેઓએ ધૈર્ય અને પરસ્પર સમજણ પર કામ કર્યું અને તેમની પુત્રવધૂને તેઓની જેમ રહેવાની મંજૂરી આપી અને તેમને તેમના દિલમાં સ્થાન આપ્યું. કાજોલ પોતે જ ઇન્ટરવ્યૂમાં કબૂલાત કરે છે કે સાસરિયામાં આરામદાયક ફીલ કરાવવામાં તેની સાસુએ મોટી ભૂમિકા ભજવી હતી.

વળી, કાજોલે વધુમાં કહ્યું કે, તેના સાસરિયામાં ઘરે દરેક ખૂબ સારા છે. તેના પરિવારના બધા સભ્યોથી અલગ હોવા છતાં, તેના સાસરિયાઓએ તેના પર તેમનો સ્વભાવ બદલવા માટે ક્યારેય કોઈ દબાણ ન મૂક્યું. જો કે, સમય જતાં, કાજોલ સાસરિયામાં ભળી ગઈ. કાજોલ કહે છે કે તેના સાસરિયામાં તેની સાસુજ તેની શ્રેષ્ઠ મિત્ર છે.

કાજોલે તેના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, ‘તે લગ્ન પછી માં અથવા મમ્મી કહેવાને બદલે આંટી કહેતી હતી. મિસ દેવગને આ અંગે ક્યારેય વાંધો ન લીધો. પણ તેના નજીકના કાજોલ સાથે ચુટકી લેતા હતા. કાજોલના બચાવમાં તેની સાસુ કહેતી કે ‘આ વાતથી કોઈ ફરક પડતો નથી,’ જે દિવસે માતા બોલશે, તે દિલથી બોલશે.’ હવે કાજોલ તેની સાસુને મમ્મી કહે છે.

કાજોલ પણ તેની સાસુ સાથે ખૂબ જ ભળી ગઈ છે. તેમના સંબંધો પણ વધુ ગાઢ બન્યાં છે, આની એક જુબાની હાલમાં જ કાજોલ દ્વારા શેર કરેલી એક પોસ્ટ છે. કાજોલે આ પોસ્ટ તેની સાસુના જન્મદિવસના વિશેષ પ્રસંગે શેર કરી છે. આ પોસ્ટમાં, કાજોલે તેની સાસુ સાથે એક મનોહર તસવીર શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે તેના પર ખૂબ પ્રેમ લુટાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

આ પોસ્ટ શેર કરતી વખતે કાજોલે તેની સાસુને તેની ક્રાઇમ પાર્ટનર ગણાવી છે. કાજોલની આ પોસ્ટ તેના અને સાસુ વચ્ચેના ઊંડા સંબંધોને સ્પષ્ટ રીતે વર્ણવી રહી છે. કાજોલની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને તેના પ્રશંસકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *