એક-બીજા પર જાણ છિડકે છે સની અને બોબી દેઓલ, તેમની પત્ની વચ્ચે જોવા મળે છે દુરી, જાણો શા માટે?

એક-બીજા પર જાણ છિડકે છે સની અને બોબી દેઓલ, તેમની પત્ની વચ્ચે જોવા મળે છે દુરી, જાણો શા માટે?

દેઓલ ફેમિલી ઘણીવાર હેડલાઇન્સ એકઠા કરતી જોવા મળે છે. અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી પોતાના ફાર્મહાઉસમાં રહે છે. ધર્મેન્દ્ર તેના ફાર્મહાઉસમાં ખેતી કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. તે જ સમયે, તેના બંને પુત્રો સની દેઓલ અને બોબી દેઓલની પણ સારી ફેન્સ ફોલોઈંગ છે. ‘રેસ 3’ અને ‘આશ્રમ’ વેબસીરીઝમાં જોવા મળ્યા પછીથી બોબી દેઓલની કારકિર્દી એ ફરી જોર પકડીઓ છે. તો ગુરદાસપુરના સાંસદ સની દેઓલ પણ સમાચારોમાં રહે છે.

સની અને બોબી દેઓલની યારી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સની અને બોબી બંને હંમેશાં તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ તસવીરોમાં એવું પણ જોવા મળે છે કે આજે પણ આ બંને ભાઈઓ એક બીજાને પ્રેમ કરે છે.

એક તરફ ભાઈ છે જે તસ્વીરમાં એકબીજા પર જાન નિછાવર કરે છે. બીજી તરફ દેઓલ પરિવારની પુત્રવધૂઓ છે જે હંમેશાં દૂર રહે છે.

તમે સની દેઓલની પત્ની પૂજા દેઓલ અને બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલને સાથે જોયા નહિ હોય. દેરાણી-જેઠાણી વચ્ચેના આ અંતરને જોઈને લોકો વારંવાર માને છે કે પૂજા અને તાન્યા દેઓલ વચ્ચે કડવા સંબંધ છે.

તમને જાણવી દઈએ કે, એવું નથી. તાન્યા અને પૂજા દેઓલ વચ્ચે એવા જ સબંધ છે જે સામાન્ય ઘરોમાં બે પુત્રવધૂ વચ્ચે હોય છે. ફરક માત્ર એટલો છે કે સની દેઓલની પત્ની પૂજા દેઓલને મીડિયાથી દૂર રહેવાનું પસંદ છે. આ જ કારણ છે કે તે દેરાણી તાન્યા દેઓલ અથવા તેના પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે ક્યારેય જોવા મળતી નથી.

છેલ્લી વાર પૂજા દેઓલે તેના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ ‘પલ-પલ દિલ કે પાસ’ ના પ્રીમિયર દરમિયાન એક જાહેર રજૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે પૂજા દેઓલ ખૂબ હોશિયાર છે. તે વ્યવસાયે લેખક છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે પૂજા દેઓલે ‘યમલા પગલા દીવાના’ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. પૂજાને તેના સાસુ પ્રકાશ કૌરની જેમ મીડિયા કેમેરાથી અંતર રાખવાનું પસંદ છે. તેણીનો મોટાભાગનો સમય પ્રકાશ કૌર સાથે ઘરે વિતાવે છે.

સની દેઓલે પોતાના એક ઇન્ટરવ્યુમાં પૂજાના આ નિર્ણય વિશે ખુલ્લેઆમ કહ્યું હતું. ત્યારે સન્નીએ કહ્યું કે “હા, મારા પિતા અને હું થોડો જૂનો અભિપ્રાય ધરાવતા હોઈએ છીએ પરંતુ અમે અમારા નિર્ણયને અમારા પરિવારની મહિલાઓ પર ક્યારેય થોપતા નથી.”

પૂજા વિશે વાત કરતી વખતે સનીએ એમ પણ કહ્યું કે મારી પત્ની તેનું મનનું જ કરે છે. તેને જ વસ્તુ કરવી હોય છે તે જ કરે છે. તેમને કોઈની પરવાનગીની જરૂર નથી. કેમેરા સામે ન આવવાનો તેમનો નિર્ણય છે. મેં ફક્ત તેના નિર્ણયનો આદર કર્યો છે.”

તે જ સમયે, બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ એક સફળ બિઝનેસવુમન છે. તાન્યા તેની સાસુ અને જેઠાણી જેવી ખાનગી વ્યક્તિ છે, પરંતુ તે લાઈમ લાઈટથી બહુ દૂર રહેતી નથી. તાન્યા ઘણી વાર બોબી દેઓલ સાથે બોલિવૂડના કાર્યક્રમો અને ફંક્શનમાં જોવા મળે છે.

બોબી પણ તેની સુંદર પત્નીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાન્યા તેના પતિ બોબી દેઓલ કરતા પણ વધારે ધનિક છે. તેની વાર્ષિક કમાણી બોબી દેઓલની સરખામણીએ વધારે છે. તન્યા દેઓલ ઇન્ડસ્ટ્રીની જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

તાન્યા ઘરની સજાવટ અને ‘ધ ગુડ અર્થ’ નામનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સ્ટોર ધરાવે છે. તેમણે અનેક હસ્તીઓના ઘરોની ઇન્ટિરિયર ડિઝાઇન પણ કરી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *