લગ્નના દસ પછી ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ ના ‘સિકંદર સિંહ ગિલ’ બનવા જઈ રહ્યા છે પિતા, જુઓ ખાસ તસવીરો

અભિનેતા મોહિત મલિકનું ઘર ખૂબ જલ્દીથી કિલકારી ગુંજવા જઇ રહી છે. આવી સ્થિતિમાં બાળકના જન્મ પૂર્વે મોહિત મલિકની પત્ની અદિતિ મલિકની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.
ખરેખર, આ બાળક મોહિત અને અદિતિ માટે ખૂબ જ વિશેષ છે, કારણ કે તેમના લગ્નના દસ વર્ષ બાદ આ ખુશખબર તેમના ઘરે દસ્તક આપવાની છે.
આ દરમિયાન, મોહિત અદિતિની ખૂબ કાળજી લઈ રહ્યો છે અને તેના પર પ્રેમ લૂંટાવી રહ્યો છે.
આ ખાસ દિવસ માટે મોહિત અને અદિતિ ગ્રીન કલરના આઉટફિટમાં ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા.
મોહિત અને અદિતિની પહેલી મુલાકાત ટીવી સિરિયલ ‘બનૂં મે તેરી દુલ્હન’ ના સેટ પર હતી.
શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી એકબીજાને પસંદ કરવાનું શરૂ કર્યું.
મોહિત અને અદિતિની સાથે આ દંપતીના ચાહકો પણ આ બાળક માટે એક્સાઈટેડ છે.
જણાવી દઈએ કે મોહિત મલિક સિકંદર સિંહ ગિલના પાત્ર તરીકે ટેલિવિઝન સીરિયલ કુલ્ફી કુમાર બાજેવાલામાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે.