થઇ જશે બધાજ કાર્યો, બસ ગુરુવારના દિવસે આ વિધિથી કરો ભગવાન વિષ્ણુની પૂજા

થઇ જશે બધાજ કાર્યો, બસ ગુરુવારના દિવસે આ વિધિથી કરો ભગવાન વિષ્ણુની પૂજા

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે જેઓ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, ભગવાન તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી, તમારે ગુરુવારે નિષ્ઠાવાન હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે વિષ્ણુ ઉપરાંત બૃહસ્પતિ ગ્રહની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન બૃહસ્પતિ બધા ગ્રહોના મુખ્ય માનવામાં આવે છે. ભગવાન ગુરુ અને વિષ્ણુને પીળો રંગ ખૂબ પસંદ છે. તેથી ગુરુવારે આ રંગ પહેરવાથી શુભ ફળ મળે છે.

ગુરુવાર ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો. તો ચાલો જાણીએ તેમની પૂજાની રીત, ગુરુવારના વ્રતની વિધિ અને નિયમો.

પૂજાની રીત

1. સવારે ઉઠીને ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો. આ પછી, પીળા કપડા પહેરો. હવે તમારા મંદિરમાં એક ચોકી સ્થાપિત કરો અને તેના ઉપર પીળા રંગનું કપડું મુકો. જો તમે ઇચ્છો તો તેના પર લાલ રંગનું વસ્ત્ર પણ મૂકી શકો છો.

2. ચોકી પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસ્વીર મૂકો અને ચોકીને યોગ્ય રીતે સજાવો. જો શક્ય હોય તો ચોખા, હળદરની મદદથી નવગ્રહ પણ બનાવો.

3. હવે સૌથી પહેલા એક દીવો પ્રગટાવો. તે પછી ભગવાન વિષ્ણુને ફૂલો અને માળા અર્પણ કરો. વિષ્ણુજીને ભોગ લગાવો અને તુલસીનાં પાન પણ ચડાવો.

4. પૂજા કરતા સમયે સંકલ્પ ધારણ કરો અને પૂજા શરુ કરો.

5. પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરો – ઓમ નમો નારાયણ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ મળે છે. મંત્રનો જાપ કર્યા પછી વિષ્ણુજીની આરતી કરો. ત્યારબાદ તેમને લગાવેલો ભોગ ને પ્રસાદ માં લોકો માં વહેચો.

વ્રતને લગતા નિયમો

ઘણા લોકો ગુરુવાર ના દિવસે પણ વ્રત રાખે છે. તેથી, જો તમે ઈચ્છો છો, તો તમે ઉપવાસ પણ કરી શકો છો. શાસ્ત્રો મુજબ ગુરુવારે વ્રત રાખવાથી ઘરમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તમામ કષ્ટ દૂર થાય છે. વ્રત રાખતી વખતે નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખો.

જો તમે આ ઉપવાસ રાખો છો, તો પછી ફક્ત પીળી વસ્તુનું સેવન કરો. પરંતુ કેળાના સેવન થી બચવું જોઈએ. કારણ કે આ દિવસ ગુરુ ગ્રહને પણ સમર્પિત છે અને આ દિવસે કેળાની પૂજા કરવામાં આવે છે. ગુરુવારના ઉપવાસ દરમિયાન મીઠું(નમક) ન ખાઓ અને એક સમય ખોરાક લો. જે પીળા રંગનો હોવો જોઈએ. ફક્ત ઘીમાં આહાર બનાવો. પૂજા દરમિયાન વિષ્ણુજીને ચડાવવા માં આવેલ ફળ વ્રત દરમિયાન તમારે ન ખાવા જોઈએ. આ ફળ કોઈ બીજાને દાન કરો. સતત સાત ગુરુવાર આ વ્રત કર્યા પછી વિધિવત ઉદ્યાપન કરો, આમ કરવાથી તમને ગૃહ પીડા અને દોષો માંથી મુક્તિ મળે છે.

જરૂર થી કરો આ કામ

1. ગુરુવારે કેળાના ઝાડની પણ પૂજા કરો. આ વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.

2. ગુરુવારની પૂજા બાદ કેસરનો તિલક લગાવો અને ત્યારબાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરો.

3. ગુરુવારે પણ તુલસી માં ની પૂજા કરો અને સવારે સ્નાન કર્યા પછી તુલસી માતાને ગાયનું કાચું દૂધ ચડાવો. આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.

4. આ દિવસે બૃહસ્પતિની કથા જરૂર વાંચો. કથા વાંચવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, માનસિક શાંતિ મળે છે અને ગુરુ દોષનો અંત આવે છે.

5. જે લોકો લગ્ન નથી થઇ રહ્યા. તે લોકો આ દિવસે નહાવાના પાણીમાં હળદર મેળવો.

આ ભૂલો ન કરો

1. ગુરુવારના દિવસ વાળ કાપશો નહીં કે દાંડા કાઢશો નહીં.

2. આ દિવસે કપડાં અને વાળ ધોવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. તેથી વાળ અને કપડાં ધોવાથી બચો.

ડિસ્ક્લેમર : ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણનાની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પણ વપરાશકર્તા પર જ રહેશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *