મહાશિવત્રીના દિવસે શિવલિંગ પર જરૂર થી ચડાવો આ વસ્તુ, બધીજ મનોકામના થશે પૂર્ણ

મહાશિવત્રીના દિવસે શિવલિંગ પર જરૂર થી ચડાવો આ વસ્તુ, બધીજ મનોકામના થશે પૂર્ણ

મહાશિવરાત્રિ એ શિવની રાત્રી છે, એટલે કે, ભક્તો માટે સુખની એ રાત છે સંપૂર્ણ માહોલ શિવમય થઇ જાય છે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પુરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે પ્રત્યેક ભક્ત જે દેવો ના દેવ મહાદેવની સાચા દિલથી પૂજા કરે છે, તેનો બેડો પર થઇ જાય છે.

એજ કારણ છે કે ભક્ત નાન પ્રકાર ના જતન કરી પોતાના આરાધ્ય ને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. શિવરાત્રી ના દિવસે શિવલિંગ નો જળઅભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. કહે છે કે શિવ શંકર ને જળ માત્ર ચડાવવા થી સંતુષ્ટ થઇ જાય છે. પરંતુ પછી પણ જો તમે કોઈ વિશેષ મનોકામના માટે શિવરાત્રી નું વ્રત કર રહ્યા છો તો કંઈક એવી વસ્તુ છે જેને શિવલિંગ પર ચડાવીને તમે મહાદેવ ની કૃપા મેળવી શકો છો.

જળ : જો તમારી પાસે કઈ નથી તો પણ તમે ફક્ત નિર્મલ જળ થી શિવ શંકર નો જળાભિષેક કરી શકો છો. કહે છે કે જો પરિવાર ના કોઈ પણ સદસ્ય ને વધુ તાવ છે તો શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ.

ગંગા જળ : માન્યતા છે કે શિવલિંગ પર ગંગા જળ ચડાવવા થી ભક્ત ને ભૌતિક સુખ તો મળે છે સાથે જ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

બીલીપત્ર : પૌરાણિક માન્યતાઓ અનુસાર બીલીપત્ર ચડાવવાથી શિવ જી નું મસ્તક શીતળ રહે છે. બીલીપત્ર થી ભગવાન શિવજી ની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ સૌભગ્યશાળી બને છે.

શેરડીનો રસ : માન્યતા છે કે શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાથી સાંસારિક સુખો ની પ્રાપ્તિ થાય છે.

દેશી ઘી : માન્યતા અનુસાર શારીરિક દુઃખ અને દુર્બળતા થી છુટકારો મેળવવા માટે શિવલિંગ પર ગાય નું દૂધ થી બનેલ શુદ્ધ ઘી ચડાવવું જોઈએ.

ફૂલ : માન્યતા છે કે દુઃખો થી મુક્તિ માટે શિવલિંગ પર શમી ના પાંદડા, સુખમય વૈવાહિક જીવન માટે બેલા ના ફૂલ, ધન-ધાન્ય માટે જુહી ના ફૂલ અને સમૃદ્ધિ માટે હર-સિંગાર ના ફૂલ ચડાવવા જોઈએ.

ધતુરા અને ઘઉં : માન્યતા છે કે શિવલિંગ પર ધતુરા અને ઘઉં ચડાવવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

દૂધ : કહે છે કે જો દૂધ માં ખાંડ મેળવીને શિવલિંગ ને અર્પણ કરવામાં આવે તો મષ્તિષ્ક તેજ થાય છે અને મનોવાંછિત ફળ મળે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *