જાણો કોણ છે મિસ ઇન્ડિયા 2020 નો ખિતાબ જીતવા વાળી માનસા વારાણસી, તસ્વીરોમાં જુઓ ખુબસુરતી

જાણો કોણ છે મિસ ઇન્ડિયા 2020 નો ખિતાબ જીતવા વાળી માનસા વારાણસી, તસ્વીરોમાં જુઓ ખુબસુરતી

23 વર્ષીય માનસા વારાણસીએ ફેમિના મિસ ઈન્ડિયા 2020 ના ગ્રાન્ડ ફિનાલમાં ઘણી સુંદરીઓને હરાવીને મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે. ટોચની 3 વિજેતાઓની જાહેરાત વીએલસીસી ફેમિના મિસ ઇન્ડિયાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કરવામાં આવી હતી. જ્યારે મિસ ઈન્ડિયાના તાજને માનસાના માથા પર સજાવામાં આવ્યો હતો, ત્યારે માન્યા સિંહ અને મનિકા શોકંદ રનરઅપ રહી. હવે માનસા મિસ ઈન્ડિયા બનતાની સાથે જ તેના વિશે જાણવા માટે ચાહકો ખૂબ ઉત્સુક બની ગયા છે. તો ચાલો તમને જણાવીએ કે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર માનસા વારાણસી કોણ છે.

હૈદરાબાદમાં જન્મેલી માનસા વારાણસીમાં વ્યવસાયે ફાયનેંશિયલ એક્ચેન્જ ઇન્ફોર્મેશન એનાલિસ્ટ છે. માનસા મિસ ઇન્ડિયા બનતા પહેલા મિસ તેલંગાણા પણ રહી ચૂકી હતી. 23 વર્ષીય માનસાએ તેની સ્કૂલનું શિક્ષણ વસાવી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી કર્યું હતું. બાળપણમાં માનસા ખૂબ શરમાળ છોકરી હતી. તેણીને સંગીતમાં ખૂબ રસ છે, સાથે સાથે પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે.

માનસાને પણ પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. માનસાના જીવનમાં ત્રણ મહિલાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેની માતા, દાદી અને નાની બહેન. આ ત્રણેય માનસાના આદર્શ છે. આ સિવાય બોલિવૂડ અને હોલીવુડમાં નામ કમાવનાર પ્રિયંકા ચોપડાને પણ આદર્શ માને છે.

માનસા હવે મિસ ઈન્ડિયા બની ગઈ છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો બતાવે છે કે તે સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. તેનું સ્મિત ખૂબ જ મધુર છે. માનસાના ફોટોગ્રાફ્સ બતાવે છે કે તેને આધુનિક કપડાની સાથે પરંપરાગત કપડા પહેરવાનો પણ ખૂબ શોખ છે. માનસા સાડીમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ છે. નવી મિસ ઇન્ડિયાને ખાવામાં હૈદરાબાદી બિરયાની પસંદ છે.

તમને જણાવી દઈએ કે ફેમિના મિસ ઈન્ડિયા 2020 નો ગ્રાન્ડ ફિનાલે મુંબઇની પ્લશ હોટલમાં કરવામાં આવ્યું હતું. બોલિવૂડ એક્ટર અપારશક્તિ ખુરાનાએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો, જ્યારે નેહા ધૂપિયા મેગા ઇવેન્ટ માટે ઓફિશિયલ હાજર હતી. વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, અપારર્શક્તિ ખુરાના અને પુલકિત સમ્રાટ જેવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા હતા. આ વખતે કોરોના રોગચાળાને કારણે સ્પર્ધાની આખી પ્રક્રિયા ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી હતી. આ મિસ ઇન્ડિયા 2020 ની 57 મી આવૃત્તિ હતી જે પુરી પણ થઈ ગઈ છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *