ખુબજ ગરીબીમાં વીત્યું છે નેહા કક્ક્ડ નું બાળપણ, 4 વર્ષની ઉંમરમાં જાગરણમાં ગાતી હતી ગીત

બોલિવૂડની સિંગિંગ સેંસેશન નેહા કક્કરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફોલોઅર્સને જોઈને નેહાની ફેન ફોલોઇંગનો અંદાજ લગાવી શકાય છે. કરોડો રૂપિયાની કમાણી કરનારી નેહા કક્કરે તેના બાળપણમાં ભારે નિષ્ફળતાનો સમય ગાળો જોયો છે. નેહાના પિતા સમોસા વેહચી પરિવારનું ભરણપોષણ કરતા હતા. નેહા કક્કરે પોતે જ કહ્યું હતું કે તેના પિતા દીદી સોનુ કક્કરની સ્કૂલની બહાર સમોસા વેચતા હતા. સ્કૂલનાં બાળકો દીદીને હેરાન કરતા હતા.
કાલા ચશ્મા, લડકી બ્યુટીફુલ, સન્ની સની, દિલબર, ગર્મી, આંખ મારે સહિતના તમામ સુપર હિટ ગીતોને પોતાનો અવાજ આપનાર નેહા કક્કરે 4 વર્ષની ઉંમરેથી ભજન મંડળીમાં ગાવાનું શરૂ કર્યું હતું. પૈસાની તંગી દૂર કરવા નેહા જાગરણમાં આખી રાત ગીતો ગાતી હતી. પરિસ્થતિ એવી હતી કે તે બીજા દિવસે શાળાએ પણ જઇ શક્તિ ન હતી. નેહાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે સફળતાના શિખર પર પહોંચી જશે.
બોલિવૂડમાં આવતા પહેલા નેહા ધાર્મિક કાર્યક્રમોમાં ભજન ગાતી હતી. તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો. નેહાએ જણાવ્યું કે મેં 4 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું અને 16 વર્ષની ઉંમરે હું ફક્ત ભજન સંધ્યા જ કરતી હતી. મેં નાચવાનું અને ગીત ગાવાનું શરૂ કર્યું. લોકો મારા ભજનો પર પણ ઝૂલવા લાગ્યા હતા. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ પાર્ટી નંબરની વાત કરવામાં આવે છે ત્યારે ફક્ત નેહા કક્કરના ગીતો જ યાદ આવે છે.
તાજેતરમાં જ નેહા અને તેની બહેન સોનુ કક્કરનો બાળપણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે બંને મસ્તી ભર્યા અંદાજમાં ભજન ગાતા જોવા મળી હતી. આ વીડિયોમાં પણ નેહાની મનોહર સ્મિત બધાના દિલ જીતી રહી હતી.
રૂષિકેશ, ઉત્તરાખંડમાં જન્મેલી નેહા દિલ્હી અને ત્યારબાદ મુંબઇની યાત્રા કરી. નેહા કહે છે – હવે હું વધારે આગળ વધવાનું વિચારીશ. નેહાએ 2006 માં રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલથી ડેબ્યૂ કર્યું હતું. 2008 માં, નેહાએ નેહા ધ રોકસ્ટાર આલ્બમ શરૂ કર્યો. જો કે, નેહાની વાસ્તવિક ઓળખ કોકટેલ ગીત સેકન્ડ હેન્ડ જવાનીથી મળી છે.
નેહાના ભાઈ ટોની કક્કરે પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ત્રણેય ભાઇ-બહેનોએ સખત મહેનત કર્યા પછી આ પદ મેળવ્યું હતું. ટોનીએ કહ્યું હતું- શરૂઆતમાં હું અને સોનુ મુંબઇ આવ્યા હતા અને નેહા રૂષિકેશમાં પર્ફોર્મ કરતી હતી. મુંબઇ પહોંચ્યા પછી ઘરનું ભાડું આપવા માટે અમારી પાસે પૈસા નહોતા. નેહા કક્કર અમારો ખર્ચ ઉઠાવતી. નેહા અમને રૂષિકેશથી પૈસા મોકલતી હતી.
નેહા કક્કર એક મહાન ગાયિકા જ નહીં પરંતુ ખૂબ જ સારી વ્યક્તિ પણ છે. નેહા હંમેશાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ દિવસોમાં નેહા કક્કર ઈન્ડિયન આઇડોલની સીઝન 12 કરી રહી છે. બીજી તરફ, નેહા તેના રોહનપ્રીત સાથેના લગ્નને લઈને પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.