બેર્થડે પર નેહાને મળ્યા પતિ રોહનપ્રિત સિંહ પાસેથી ખાસ ગિફ્ટ, ફોટો શેયર કરતા જતાવ્યો પ્રેમ

બેર્થડે પર નેહાને મળ્યા પતિ રોહનપ્રિત સિંહ પાસેથી ખાસ ગિફ્ટ, ફોટો શેયર કરતા જતાવ્યો પ્રેમ

સિંગર નેહા કક્કરે 6 જૂન 2021 ના ​​રોજ પોતાનો જન્મદિવસ ધામધૂમ સાથે ઉજવ્યો હતો. નેહા કક્કરના પતિ રોહનપ્રીતે તેના માટે એક નાનકડી પાર્ટી ગોઠવી હતી, જેમાં પરિવારના બધા સભ્યો હાજર રહ્યા હતા. આ પાર્ટીની અંદરની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નેહા કક્કરનો જન્મદિવસ વિશેષ બનાવવા માટે પતિ રોહનપ્રીતે ઘણી તૈયારીઓ કરી હતી, જેની તસવીરો પણ નેહાએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટામાં જોઇ શકાય છે કે રોહનપ્રીત હાથમાં ઘણી ગિફ્ટ્સ લઈને ઉભો છે અને નેહા તરફ જોઈ હસતો હોય છે.

ગિફ્ટ વિશે વાત કરતા, રોહનપ્રીતે નેહાને આઈફોન 12 તેમજ બેગ, ચોકલેટ અને વધુ આપ્યા છે. આ તસવીરમાં નેહા તેના આઇફોન વિશે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે જે આછા બ્લુ કલરનો છે.

ગિફ્ટ મળ્યા પછી, નેહાની ખુશી તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીરો શેર કરતી વખતે, નેહાએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે, તેણે લખ્યું છે, “તે મારા માટે બધુજ લઈને આવ્યા, જેના માટે હું તરસી રહી હતી.. એ જાણવા છતાં પણ સ્ટોર ખુલ્લા નથી, ડિલિવરી મુશ્કેલ છે, શું નહિ.. છતાં પણ તે આ બધું મને અપાવવામાં સફળ રહ્યા.. ઉપર થી વધુ પ્રેમ સાથે ગિફ્ટ આપ્યા છે મને. રોહુ બેબી આઈ લવ યુ.”

તેના કેપ્શન પર કમેન્ટ કરતાં રોહનપ્રીતે લખ્યું કે, “તમે દરેક ખુશીઓના હકદાર છો. હું વચન આપું છું કે હું જે બધું સક્ષમ છું તે આપીશ!

નેહાના જન્મદિવસની પાર્ટીમાં ભાઈ ટોની કક્કર તેમજ તેના માતાપિતા અને પરિવારના કેટલાક સભ્યો હાજર રહ્યા હતા, જેની સાથે નેહાએ પણ પોઝ આપતી વખતે ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા હતા.

જન્મદિવસ પર, ફોટો શેર કરતી વખતે રોહનપ્રીતે પણ નેહાની શુભેચ્છા પાઠવી, જેમાં તેણે લખ્યું કે, “તમે મને દરેક રીતે પ્રેમ કરો છો. હું વચન આપું છું કે હું પણ તમને દરેક ખુશીઓ આપીશ. તમારા પતિ હોવાનો મને ખૂબ ગર્વ છે. હું તમને વચન આપું છું. કે હું મારા જીવનના દરેક મિનિટે તમને ખૂબ પ્રેમ કરીશ. જન્મદિવસની શુભેચ્છા મારા પ્રેમ.”

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *