ઘરમાં લગાવી દો આ છોડ, શુદ્ધ વાતાવરણની સાથે મળશે ઓક્સિજન, નહિ રાખવું પડે છોડનું વધુ ધ્યાન

ઘરમાં લગાવી દો આ છોડ, શુદ્ધ વાતાવરણની સાથે મળશે ઓક્સિજન, નહિ રાખવું પડે છોડનું વધુ ધ્યાન

આપણે બધા ઘણા લાંબા સમયથી પર્યાવરણની વિરુદ્ધમાં જવાના ખરાબ પ્રભાવોથી પીડાઈ રહ્યા છીએ. આજે ઝાડ કાપવા અને વૃક્ષ ન લગાવવાનું પરિણામ એ છે કે લોકો ઓક્સિજન માટે પરેશાન છે. આવી પરિસ્થિતિમાં, આપણે અત્યારની પરિસ્થિતિ અને છોડના રોપાઓમાંથી શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવા ઘણા છોડ છે જેની વધારે સારસંભાળ લેવી પડતી નથી પરંતુ બદલામાં તમને શુદ્ધ પ્રાણવાયુ જરૂરથી આપે છે. આ છોડ દિવસેને દિવસે હવામાં આવતા ઝેરી તત્વોને શોષી લે છે, જેથી શુદ્ધ જીવન આપણા સુધી પહોંચે. આગળના લેખમાં જોઈએ કયા છોડ લગાવીને, આપણે શુદ્ધ પ્રાણવાયુ મેળવી શકીએ છીએ.

એલોવેરા

એલોવેરા ઘરે લગાવી શકાય છે. ઉનાળાના દિવસોમાં પણ એલોવેરા સરળતાથી ઉગે છે. એલોવેરા માત્ર ઓષધીય ગુણધર્મોથી સમૃદ્ધ નથી, તે ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ પણ ખૂબ સારી રીતે કરે છે. તે હવામાં હાજર કાર્બન મોનો ઓકસાઈડ, મેથેનલ અને બેન્ઝિનના ઝેરી તત્વોને પણ દૂર કરે છે. તેને વધવા માટે વધુ પડતા સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી.

તુલસી

ઘરમાં સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યાં તુલસી લગાવો. તેના પાંદડા ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ તે હવાને શુદ્ધ કરવા માટે પણ સારી રીતે કાર્ય કરે છે. તુલસીની ખૂબીઓને બહુ ઓછા લોકો જાણે છે કે તે દિવસમાં 20 કલાક ઓક્સિજન આપે છે. તુલસી હવામાં રહેલા ઝેરી પદાર્થોને શોષી લે છે અને હવાને સંપૂર્ણ રીતે શુદ્ધ કરે છે.

સ્પાઈડર છોડ

જે લોકોને છોડની સંભાળ કેવી રીતે રાખવી તે ખબર નથી અથવા વ્યસ્તતાને કારણે તે કરી શકતા નથી, તેઓએ તેમના મકાનોમાં સ્પાઈડર છોડ રોપવા જોઈએ કારણ કે તે એક એવો છોડ છે જે ઘરમાં નજીવી સંભાળની માંગ કરે છે. તે ખૂબ સુંદર લાગે છે અને બહારના હવાથી ઝેરી તત્વોને જુદા પાડે છે અને તમારી આજુબાજુ સુરક્ષા કવચ બનાવે છે.

રબર પ્લાન્ટ

જો તમને તમારા ઘરમાં છોડ લગાવવાની જગ્યા ન હોય અથવા તમને કોઈ ખુલ્લી જગ્યા ન મળતી હોય, તો તમારે ઘરમાં રબર પ્લાન્ટ લગાવવો જોઈએ. તે એક છોડ છે જે બંધ જગ્યાએ પણ ઉગે છે. આ છોડ વધુ પડતી જગ્યા લેતો નથી અને લાકડાના ફર્નિચરમાંથી નીકળતા વિષેલા તત્વોને શોષી લેતાં તમારા ઘર અથવા ઓફિસની હવાને શુદ્ધ પણ કરે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *