કેવડિયાની ટેચ્યુ ઓફ યુનિટી સુધી છ એક્પ્રેસ ટ્રેનો ને પીએમ મોદી દેખાડશે લીલી ઝંડી

કેવડિયાની ટેચ્યુ ઓફ યુનિટી સુધી છ એક્પ્રેસ ટ્રેનો ને પીએમ મોદી દેખાડશે લીલી ઝંડી

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના કેવડિયા પહોંચવા માટે દેશના છ શહેરોથી એક્સપ્રેસ ટ્રેનોને ઝંડો દેખાડવા જઇ રહ્યા છે. કેવડિયામાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. આ છ શહેરો વારાણસી, દાદર, અમદાવાદ, દિલ્હી, રીવા અને ચેન્નાઈ છે. આ ઉપરાંત અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં વિસ્તાડોમ કોચ પણ હશે જે પ્રવાસને યાદગાર બનાવશે અને પ્રવાસીઓને આકર્ષિત કરશે.

આ છ એક્સપ્રેસ ટ્રેન વિશ્વની સૌથી ઉચી પ્રતિમાની મુલાકાતે આવતા પ્રવાસીઓને સીધું જોડાણ પૂરું પાડશે. અધિકારીઓ કહે છે કે આ ટ્રેન સેવા દ્વારા વધુ પ્રવાસીઓ ગુજરાતમાં આવશે. આ ઉપરાંત રેલ્વે મંત્રાલયે પ્રતિમા નજીક કેવડિયા રેલ્વે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદઘાટન રવિવારે પીએમ દ્વારા પણ કરવામાં આવશે.

સૂત્રો કહે છે કે પીએમ મોદી ડભોઇ-ચંદોડ-કેવડિયા બ્રોડગેજ રેલ લાઇન અને પ્રતાપનગર-કેવડિયા વચ્ચેના નવા ઇલેક્ટ્રિક સેક્શનનો પણ ઉદ્ઘાટન કરશે. તાજેતરમાં જ સરકારે સરદાર વલ્લભભાઇ પટેલની 145 મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદા નદી પાર સી-પ્લેન સેવા પણ શરૂ કરી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *