બોલીવુડના આ એક્ટર્સએ પોતાની મેહબૂબાને ફિલ્મી સ્ટાઈલમાં કર્યો હતો પ્રપોઝ

બોલીવુડના આ એક્ટર્સએ પોતાની મેહબૂબાને ફિલ્મી સ્ટાઈલમાં કર્યો હતો પ્રપોઝ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા કપલ છે જેમની પ્રપોઝ કરવાની શૈલી એકદમ અનોખી હતી. તો ચાલો આપણે એવા સ્ટાર્સ વિશે જાણીએ જેમણે પ્રેમ મેળવવા શું નથી કર્યું.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી વિશે કોણ નથી જાણતું. તમને જણાવી દઈએ કે, જ્યારે ગૌરી શાહરૂખથી નારાજ થઇ મુંબઈ આવી હતી. ત્યારે કિંગ ખાનને ખબર નહોતી કે તે ક્યાં છે. પરંતુ તે પ્રેમ હતો જેણે તેને ગૌરી સાથે ફરીથી જોડ્યા. ગૌરી ખાનને બીચનો વિસ્તાર પસંદ છે, તેથી જ શાહરૂખે તેને બીચ પર પ્રપોઝ કરીને તેના પ્રેમનો ઇજહાર કર્યો હતો.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન

એક ઇન્ટરવ્યુ દરમિયાન, એશ્વર્યા રાયએ કહ્યું હતું કે, તેની ફિલ્મ ગુરુની રિલીઝ પહેલા જ, અભિષેકે નકલી વીંટી પહેરાવીને ન્યૂયોર્કની એક હોટલના રૂમના બાલ્કનીમાં ઘૂંટણ બેસીને પ્રપોઝ કર્યો હતો.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ

વોગ મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપતી વખતે પ્રિયંકા અને નિકને તેમની લવ સ્ટોરી વિશે જણાવવાનું કહેવામાં આવ્યું. ત્યારે નિકે તેમને કહ્યું કે અમારા વચ્ચેનો પ્રેમ ગાલાની ઇવેન્ટ પહેલાનો છે. લોકોને તેના વિશે પછીથી ખબર પડી. નિકે વધુમાં કહ્યું કે, જ્યારે પ્રિયંકાને પ્રપોઝ કરતી વખતે, મેં પૂછ્યું કે મને વિશ્વની સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનવાનો મોકો મળશે? ત્યારબાદ પ્રિયંકાએ 45 સેકન્ડ પછી તેનો જવાબ આપ્યો. નિકના આ પ્રસ્તાવથી પ્રિયંકા ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને પછી નિકે તેન વીંટી પહેરાવી હતી.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

સૈફ અલી ખાને કરિનાને ત્રણ વખત પ્રપોઝ કર્યો હતો. અભિનેતાની પહેલી બે પ્રપોઝલ કરીનાએ નકારી હતી. પરંતુ જ્યારે સૈફે ત્રીજી વખત કરીનાને પ્રપોઝ કર્યું ત્યારે તે ના પાડી શકી નહીં. તમને જણાવી દઇએ કે, જ્યાં સૈફે કરિનાને પ્રપોઝ કર્યું હતું ત્યાં જ તેના પિતા મંસૂર અલી ખાન પટૌડીએ પણ તેની માતા શર્મિલા ટાગોરને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

ખિલાડી કુમારની લવ સ્ટોરી એટલી જ રોમાંચક છે. કહેવાય છે કે અક્ષયે જ્યારે ટ્વિંકલને પ્રપોઝ કર્યું ત્યારે તેની ફિલ્મ ‘મેઘા’ રિલીઝ થવાની હતી. તે સમયે અભિનેત્રીએ અક્ષય સામે એક શરત મૂકી હતી કે જો તેની ફિલ્મ ફ્લોપ થાય છે, તો તે આ સંબંધને હા પાડી દેશે, ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી અને તેણે સંબંધોને હા પાડી હતી. પરંતુ તેની માતા ડિમ્પલ કપાડિયાએ કહ્યું કે જો તમે બંને લગ્ન કરવા માંગતા હો તો એક બીજાને સમજવા માટે તમારે પહેલા એક વર્ષ લિવ ઈનમાં રહેવું પડશે. એક વર્ષ લિવ ઈનમાં રહ્યા બાદ વર્ષ 2001 માં બંનેના લગ્ન થયા હતા.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *