ધોનીના ઇજા ફાર્મનું રાંચી માં ખુલ્યું પહેલું આઉટલેટ, ગ્રાહકોની ઉમટી ભીડ

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ઇજા ફાર્મના નવા આઉટલેટનું ઉદ્ઘાટન રવિવારે રાંચીમાં થયું. રાંચીના મેઈન રોડના સુજાતા ચોક નજીક આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આઉટલેટનું ઉદઘાટન ધોનીના નજીકના મિત્ર પરમજીત સિંહે કર્યું હતું. આ પ્રસંગે તેના અન્ય કેટલાક મિત્રો પણ હાજર હતા. બજારમાં ધોનીના ફાર્મની શાકભાજીની વધુ માંગ છે. અત્યાર સુધી ધોનીની ઓર્ગેનિક શાકભાજી, જે ફક્ત વિદેશ જતાં હતાં, હવે તે રાંચીના લોકોને મળશે,
આઉટલેટમાં લાવવામાં આવેલા અડધાથી વધુ ઉત્પાદનો પ્રથમ દિવસે ખોલ્યા પછી ચાર કલાકમાં વેચાયા હતા. જો કે, આ પહેલા લાલપુરના એક આઉટલેટથી ઇજા ફાર્મ્સના દૂધની હોમ ડિલિવરી કરવામાં આવી રહી હતી. આઉટલેટમાં મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો ની દીવાનગી જોવા મળી હતી. ઇજા ફાર્મ આઉટલેટના ઉદઘાટન સાથે, ત્યાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.
ક્રિકેટ બાદ ધોનીના ખેડૂત અવતારને પણ લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રાંચીના ખુલ્લા ઇજા ફાર્મના આ ઓર્ગેનિક આઉટલેટમાં શાકભાજી, ફળો અને ડેરી ઉત્પાદનો પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. પહેલા જ દિવસે, ગ્રાહકોએ આ ફોર્મમાં જબરદસ્ત ખરીદી કરી. તેમના ઉત્પાદનો ગુણવત્તાની સાથે આર્થિક પણ છે. ઇજા ફાર્મના આ આઉટલેટમાં 50 રૂપિયા કિલો વટાણા, 60 રૂપિયા કિલો કેપ્સીકમ, 15 રૂપિયા કિલો બટાકા, 25 રૂપિયા કિલો ઓલ, 40 રૂપિયા કિલો બીન્સ અને પપૈયા, બ્રોકલી 25 રૂપિયા કિલો મળી રહી છે.
આ સિવાય દૂધ લિટર દીઠ 55 રૂપિયા અને ઘી 300 રૂપિયામાં 250 ગ્રામ વેચાઇ રહ્યું છે. આ સિવાય તમે ધોનીના ખેતરમાં બનેલા 200 ગ્રામ સ્ટ્રોબેરીનો બોક્સ 40 રૂપિયામાં ખરીદી શકો છો. ધોનીનું રાંચીમાં 43 એકરનું ફાર્મ હાઉસ છે. અહીં શાકભાજી અને ફળોની ખેતી કરવામાં આવી રહી છે.