‘ભાભીજી ઘર પર હૈ’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર્સ, જાણો શું કરે છે ‘અંગુરી ભાભી’ ના પતિ

‘ભાભીજી ઘર પર હૈ’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર્સ, જાણો શું કરે છે ‘અંગુરી ભાભી’ ના પતિ

ટીવી શો ‘ભાબીજી ઘર પર હૈ!’ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શોના પાત્રો લોકોને હસાવવા અને ગુદગુદાવાંમાં કોઈ કસર છોડતા નથી. પછી ભલે તે ‘અનિતા ભાભી’ એટલે સૌમ્યા ટંડન હોય અથવા ‘મનમોહન તિવારી’ એટલે રોહિતાશ ગૌડ. આ બધા વિષે તમે લોકો જાણો છો. આજે અમે તમને આ શોના મુખ્ય પાત્રોના વાસ્તવિક જીવન પાર્ટનર્સ વિશે જણાવીશું.

1. ‘ગોરી મેમ’ ઉર્ફે સૌમ્યા ટંડનના પતિ કોણ છે?

ટીવીનો શો ‘ભાબીજી ઘર પર હૈ!’ માં ‘અનિતા ભાભી’ એટલે કે ગૌરી મેંમની ભૂમિકા નિભાવનારા સૌમ્યા ટંડનના પતિ સૌરભ દેવેન્દ્ર સિંહ એક બેંકર છે. રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા બંનેએ એક બીજાને લગભગ 10 વર્ષ ડેટ કરી હતી, ત્યારબાદ વર્ષ 2016 માં તેમના લગ્ન થયાં હતાં. તેણે 2019 માં પુત્ર મીરાનને જન્મ આપ્યો. સૌમ્યા તેની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખે છે.

પોતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો સૌમ્યા ટંડન પહેલી વાર ટીવી સીરિયલ ‘એસા દેશ હૈ મેરા’માં જોવા મળી હતી. આ પછી તેણે ‘મેરી આવાઝ કો મિલ ગઈ રોશની’માં પણ કામ કર્યું. એટલું જ નહીં, સૌમ્યાએ ‘મલ્લિકા-એ-કિચન’, ‘કોમેડી સર્કસ કે તાનસેન’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સહિત ઘણાં ટીવી શો પણ હોસ્ટ કર્યા છે. પરંતુ સૌમ્યા ટંડનની ખ્યાતિ કોમેડી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’ થી આવી, તે બીજા કોઈથી મળી નહોતી.

2. ‘વિભૂતિ’ ઉર્ફે આસિફ શેખની પત્ની કોણ છે?

‘ભાબીજી ઘર પર હૈ!’ માં ‘વિભૂતિ નારાયણ મિશ્રા’ ની ભૂમિકામાં જોવા મળતા આસિફ શેખની પત્ની જેબા શેખ હાઉસવાઈફ છે. આસિફ અને જેબાને બે સંતાનો છે, પુત્રીનું નામ મરયમ છે. તે એક ટેલેન્ટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. અને પુત્રનું નામ અલીજાહ છે. અલીજાને અભિનયમાં રસ છે, તેનું સ્વપ્ન ડાયરેક્ટર બનવાનું છે.

આસિફ શેખના વર્કફ્રન્ટ વિશે વાત કરતાં, તેમણે ‘મુકદ્દર કા બદશાહ’ જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાથી કારકિર્દીની શરૂઆત કરી. તેમની ફિલ્મ અભિનીત ભૂમિકા પણ 1991 માં આવી હતી, ‘યારા દિલદારા’. આ સિવાય આસિફે ‘કરણ અર્જુન’, ‘ઓઝાર’, ‘બંધન’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘હસીના માન જાયેગી’, ‘કુંવારા’, ‘જોડી નં.1’, દિલ કી જો અપના કહા, ‘શાદી કરકે ફસ ગયા યાર’ જેવી ફિલ્મોનો સમાવેશે થાય છે. જોકે, અભિનેતા તરીકે તેને સફળતા મળી નથી. પણ તે કોમેડી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈ!’ તેના પાત્ર ‘વિભૂતિ નારાયણ મિશ્રા’ માટે જાણીતા છે.

3. શું કરે છે ‘અંગુરી ભાભી’ ઉર્ફે શુભંગી અત્રેના પતિ?

ટીવી સીરીયલ ‘ભાબીજી ઘર પર હૈં’ માં અંગૂરી ભાભીની ભૂમિકાથી પ્રખ્યાત બનેલી શુભાંગી અત્રેએ બિઝનેસમેન પિયુષ પુરી સાથે લગ્ન કર્યા છે. કપલને આશી નામની પુત્રી છે. લગ્ન બાદ પતિ પિયુષ ધંધાને કારણે ઇન્દોર શિફ્ટ થઈ ગયા અને પછી ત્યાં જ સ્થાયી થયા.

શુભંગીના જણાવ્યા અનુસાર, તેણે પુત્રીના જન્મ પછી તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેને 2006 માં ટીવી શો ‘કસૌટી જિંદગી કે’ માં પહેલો બ્રેક મળ્યો હતો. આ પછી તે ‘કસ્તુરી’, ‘હવન’ અને ‘ચિડિયાઘર’ જેવા ટીવી શોમાં જોવા મળી હતી.

4. કોણ છે ‘મનમોહન તિવારી’ ઉર્ફે રોહિતાશ ગૌડની પત્ની?

કોમેડી શો, ‘ભાબીજી ઘર પર હૈ’ માં ‘મનમોહન તિવારી’ નો કિરદાર નિભાવીને લોકોના દિલોમાં ઉતરનાર રોહિતાશ ગૌડ ની પત્ની રેખા ગૌડ એક રિસર્ચર છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, રેખા કેન્સરના રિચર્સ માટે કામ કરે છે. તે ખૂબ જ સરળ છે. તે પતિ રોહિતાશ ગૌડ સાથે કેટલાક પ્રસંગોમાં જોવા મળી છે. રોહિતાશ ગૌડને ગીતી ગૌર અને સંજીતિ ગૌર નામની બે પુત્રીઓ પણ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિતાશ ગૌડ ટીવી શો સિવાય બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં આમિર ખાનની ફિલ્મ ‘પીકે’ માં તેના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે સિવાય ‘વીર સાવરકર’, ‘પ્રથા’, ‘પિંજર’, ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘3 ઇડિયટ્સ’, ‘અતિથી તુમ કબ આઓગે?’ માં પણ નજર આવ્યા છે. રોહિતાશ ગૌડને ટીવી શો ‘ભાબીજી ઘર પર હૈ’ અને ‘લાપતાગંજ’ થી ખ્યાતિ મળી છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *