‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલીથી સુધાંશુ પાંડે સુધી, આ છે શો સ્ટાર્સના રિયલ પાર્ટનર

રૂપાલી ગાંગુલી આ સિરિયલમાં અનુપમાનો મુખ્ય રોલ કરી રહી છે. રૂપાલી ગાંગુલીના પિતા ફિલ્મ નિર્માતા હતા. રૂપાલીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રૂપાલીએ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ રુદ્રાંશ છે.
મોના પાંડે એ સુધાંશુ પાંડેની રિયલ લાઈફ પત્ની છે, સુધાંશુ પાંડે જે સિરિયલમાં વનરાજ નામના વ્યક્તિનું પાત્ર ભજવે છે. બંનેએ લવ મેરેજ કર્યા છે. બંનેને બે બાળકો છે.
અનુપમા સિરિયલમાં મદાલસા શર્મા કાવ્યાનું પાત્ર ભજવી રહી છે. મદાલસાના લગ્ન મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ સાથે થયા છે. મદાલસાની માતા શીલા શર્મા પણ બોલિવૂડ અભિનેત્રી રહી ચૂકી છે.
સીરિયલમાં અનુપમાના બેસ્ટ ફ્રેન્ડ જસવીરનો રોલ કરનાર જસવીર કૌરે વિશાલ મદલાની સાથે લગ્ન કર્યા છે. બંનેને આ દંપતીની એક પુત્રી છે જેનું નામ નાયરા છે.
સિરિયલમાં નેગેટિવ પાત્ર ભજવનાર તસ્નીમ શેખે વર્ષ 2006માં સમીર નેરુરકર સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક સુંદર પુત્રી છે.