એક મહિનાનો થયો કરીના કપૂર નો દીકરો, સબા એ શેયર કરી ક્યૂટ તસ્વીર

એક મહિનાનો થયો કરીના કપૂર નો દીકરો, સબા એ શેયર કરી ક્યૂટ તસ્વીર

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન 21 ફેબ્રુઆરીએ બીજી વાર માતા-પિતા બન્યા હતા. કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો. બેબોનો દીકરો એક મહિનાનો થઇ ગયો છે. આ પ્રસંગે સૈફની બહેન સબા અલી ખાને સોશિયલ મીડિયા પર પુત્રની ઝલક બતાવી છે.

સબા અલી ખાને તેની ઇન્સ્ટા સ્ટોરીમાં કરીના અને સૈફના નાના નવાબની પહેલી ઝલક બતાવી. જોકે ફોટામાં નાના નવાબનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ સિવાય તેણે સૈફ અને કરીનાના ફોટા પણ શેર કર્યા છે.

તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સબાએ ફોટો સાથે કેપ્શન આપ્યું – ‘એક મહિના, આઈ લવ યુ.’ સબા અલી ખાન ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

સબા ફક્ત પારિવારિક કાર્યોમાં જ દેખાય છે. સબા 45 વર્ષની છે. સબા એક જ્વેલરી ડિઝાઇનર, ટેરોટ કાર્ડ રીડર અને આધ્યાત્મિક સ્પિરિચુઅલ છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર તેની જ્વેલરી ડિઝાઇન પણ શેર કરતી રહે છે.

કરીના અને સૈફના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અભિનેત્રી ટૂંક સમયમાં આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે અને કરીના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

બીજી તરફ, ભૂત પોલીસ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ જોવા મળશે. તેમની સાથે આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ, અર્જુન કપૂર અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ચાહકો આ બંને ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *