એક્ટ્રેસ સલમા હાયક એ પોતાના એંટીમેટ સીન ને લઈને કર્યો ખુલાસો, કહ્યું -શૂટિંગ શરૂ થતા જ હું…

હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સલમા હાયક આજે ઓળખાણ ની મોહતાજ નથી. તે તેના દમદાર અભિનય માટે જાણીતી છે અને પ્રેક્ષકોને તેની ફિલ્મો પસંદ કરે છે. પરંતુ 1995 માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ડેશપ્રાડો’ આજે પણ લોકોને ખૂબ પસંદ આવી છે. હવે આ ફિલ્મમાં અભિનેત્રી સલમાએ તેના સીન વિશે ઘણો ખુલાસો કર્યો છે.
સલમા હાયકે ડેશપ્રાડો ફિલ્મમાં અંગત સીન આપ્યો હતો અને તેના પર તેમણે ઘણીવાર વાત કરી છે. ભૂતકાળમાં પણ ઘણી વાર સલમાએ કહ્યું છે કે તેને તે સીન આપવો ખૂબ મુશ્કેલ હતો. પરંતુ આ વખતે સલમાએ ફિલ્મ ડેશપ્રાડોમાં તેના સીન વિશે જણાવ્યું હતું કે તે સીન કરતી વખતે રડવા લાગતી હતી. એટલું જ નહીં, તેમણે આ પાછળનું કારણ પણ જણાવ્યું.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સલમા હાયકે જણાવ્યું હતું કે, ‘જ્યારે તેમને ‘ડેશપ્રાડો ‘ની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, ત્યારે જાણ કરવામાં આવી ન હતી કે તેના પાત્ર કેરોલિનામાં પણ અંગત સીન છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પછી મને આ વિશે ખબર પડી. હું આ સીન બંધ સેટ પર કરવા માટે સંમત થઇ, કારણ કે હું ડિરેક્ટર રોડ્રિગ્સને મારા ભાઈ અને તેની પત્નીને મારી શ્રેષ્ઠ મિત્ર માનતી હતી.’
સલમાએ વધુમાં કહ્યું કે, ‘શૂટિંગ શરૂ થતાં જ હું રડવા લાગી હતી. મેં ત્રણેયને કહ્યું, મને ખબર નથી કે હું આ કેવી રીતે કરી શકીશ. મને ડર લાગી રહ્યો છે. હું એક્ટર એન્ટોનિયોથી ડરતી હતી, પરંતુ આ સમય દરમિયાન તે સપોર્ટને કારણે મારો સારો મિત્ર બની ગયો.
અભિનેત્રીએ કહ્યું, ‘જ્યારે આ દ્રશ્ય શરૂ થયું, ત્યારે હું રડવા લાગી, કેમ કે મેં વિચારવાનું શરૂ કર્યું કે મને કેટલું ખરાબ લાગે છે. હું રડતી હોવાથી મને પણ શરમ આવી રહી હતી. દરેક વ્યક્તિ મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ હું ફરીથી રડવા લાગી. ‘ તેમણે વધુમાં કહ્યું કે, ‘મારા પિતા અને ભાઈ વિશે વિચારો આવી રહ્યા હતા. મને લાગતું હતું કે જ્યારે તેઓ આ દ્રશ્ય જોશે ત્યારે તેમને કેવું લાગશે? લોકો તેમને પરેશાન કરશે? કારણ કે પુરુષોને આવા દ્રશ્યો કરવામાં કોઈ સમસ્યા નથી પરંતુ છોકરીઓ માટે તે મુશ્કેલ છે.’