જયારે બોલીવુડના ખલનાયકએ માન્યતા સંગ રચાવી સિક્રેટ વેડિંગ, એનિવર્સરી પર કરી આ પોસ્ટ

સંજય દત્તે વર્ષ 2008 માં માન્યતા સાથે લગ્ન કર્યા હતા અને હવે આ દંપતીને શાહરાન અને ઇકરા દત્ત બે બાળકો છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2018 માં રિલીઝ થયેલ સંજય દત્તની બાયોપિક સંજુમાં પણ તેની લવ સ્ટોરીનો ઉલ્લેખ છે.
આજે તેમના લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. આ 13 વર્ષોમાં સંજય અને માન્યતા વચ્ચેની કેમિસ્ટ્રીમાં કોઈ ફરક થયો નથી. બંને એકબીજાને અપાર પ્રેમ કરે છે. માન્યાતા દરેક જગ્યાએ સંજય દત્તનું સમર્થન કરતી જોવા મળે છે અને તે હંમેશાં તેની ખુશી અને દુ:ખમાં તેની સાથે રહે છે.
તેની લગ્નની વર્ષગાંઠ પર સંજય દત્તે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની માન્યતા દત્ત સાથે એક તસવીર શેર કરી છે. જ્યાં સંજય દત્ત તેમને લગ્નની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે. તેમની આ તસવીર પર, તેમના ચાહકો લાઈક અને કોમેન્ટ દ્વારા ખૂબ પ્રેમ આપી રહ્યા છે.
View this post on Instagram
બંનેએ લગ્ન બંધનમાં બંધાતા પહેલા બે વર્ષ એકબીજાને ડેટ કરી હતી. તમને જણાવી દઈએ કે તેઓ 2007 માં કોઈ એવોર્ડ શોમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેમની ઘણી તસવીરો ક્લિક થઈ હતી અને વાયરલ થઈ હતી.
View this post on Instagram
સંજય દત્તની જીંદગીમાં ઘણી છોકરીઓ આવી, પણ જ્યારે સંજયને જયારે સૌથી વધુ જરૂર પડી ત્યારે માન્યતાએ તેને ટેકો આપ્યો. જ્યારે સંજય તેની જિંદગીમાં એકલા હતા ત્યારે માન્યતા હંમેશાં તેની સાથે રહી છે.
ફેબ્રુઆરી 2008 માં સંજય દત્તે ગોવામાં એક ખાનગી સમારોહમાં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા, જ્યારે આ બંનેના લગ્નની તસવીરો લોકોમાં એકદમ વાયરલ થઈ ગઈ હતી અને ચાહકો તેમના લગ્ન પછી સંજુ બાબાને જોવા આતુર હતા.
ઓક્ટોબર 2010 માં, આ દંપતીએ જોડિયા બાળકોનું સ્વાગત કર્યું. જેના નામ ઇકરા અને શાહરાન છે. સંજય દત્ત તેના પરિવારથી ખુબ ખુશ છે અને તે ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના બાળકો સાથે સમય ગાળતા જોવા મળે છે.
તેમની લવ સ્ટોરીની સાથે આ બંનેને ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. 2013 માં, જ્યારે દત્ત જેલમાં ગયા, ત્યારે એવા અહેવાલો આવ્યા કે તે દરરોજ પત્નીને પત્ર લખતા હતા, અને સંજય દત્ત પૂછતા હતા કે ઘરે વસ્તુઓ કેવી છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તને ફેબ્રુઆરી, 2016 માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.