સાડી પહેરીને ગુલાટી મારતી એ છોકરી, જેમનો વિડીયો ખુબ થઇ રહ્યો છે વાયરલ

સાડી પહેરીને ગુલાટી મારતી એ છોકરી, જેમનો વિડીયો ખુબ થઇ રહ્યો છે વાયરલ

સોશ્યલ મીડિયા એ એક પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં લોકો કોઈ અજોડ અથવા ખૂબ જ અલગ વસ્તુઓ કરે તો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. આ કોન્સેપટ છેલ્લા ઘણા સમયથી લોકપ્રિય છે. તાજેતરમાં એક યુવતી સાડીમાં બેકફ્લિપ જેવી ચેલેન્જિંગ વસ્તુઓ કરી રહી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, આપણે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે પારૂલ અરોડા છે. 24 વર્ષીય ભારતીય જીમ્નાસ્ટ પારુલ અરોડા અંબાલાની છે અને છેલ્લા 15 વર્ષથી જિમ્નેસ્ટિક્સની તાલીમ લઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર પારુલની જિમ્નેસ્ટિક્સ વીડિયો સામાન્ય રીતે પાંચથી દસ હજારની વચ્ચે લાઈક્સ મેળવે છે, પરંતુ જ્યારે તે સાડીમાં આ સ્ટંટ કરે છે ત્યારે સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Parul_Arora💫 (@parul_cutearora)

વાઇસ ઈન્ડિયા સાથે વાત કરતા, પારુલ અરોડાએ કહ્યું હતું કે ‘લોકો, ખાસ કરીને મહિલાઓ, સાડીમાં સ્ટંટવાળા વીડિયોને પસંદ કરે છે. કારણ કે આ મહિલાઓ જાણે છે કે સાડીઓમાં સામાન્ય હલનચલન કરવી પણ ઘણી મુશ્કેલ છે. કોઈ પણ પ્રકારે આ વિડિઓ આ મહિલાઓને પ્રેરણા આપે છે. સાડીમાં બેકફ્લિપ કરવી અથવા કાર્ટ વ્હીલ કરવું તે પડકારજનક છે અને આ સ્ટન્ટ્સ સાથે હું લોકોને પ્રેરણા આપવા માંગું છું.’

પારુલ અરોડાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ટ્રિપલ બેકફ્લિપ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પારુલ રાષ્ટ્રીય કક્ષાની ગોલ્ડ મેડલ વિજેતા છે. આ પહેલા 2020 ના ઓગસ્ટમાં તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે સાડી પહેરેલી એક મિત્ર સાથે જિમ્નેસ્ટિક્સ કરતી જોવા મળી હતી. પારૂલે કહ્યું કે તે આ સ્ટન્ટ્સ કરતી વખતે ત્રણ વખત પડી ગઈ હતી અને ખાસ કરીને સાડીઓમાં આ સ્ટન્ટ્સ કરવું ખુબ મુશ્કેલ છે.

ઓક્ટોબર 2020 થી 17 વર્ષની આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલિસ્ટ મિલી સરકારના વિડિઓઝ પણ વધુ ટ્રેન્ડીંગ થઈ છે. તે ઘણી વાર ઘણા આઉટફિટ્સમાં સ્ટંટ પણ કરે છે, પરંતુ તેની સાડીમાં સ્ટંટ ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય ગયા વર્ષે સપ્ટેમ્બરથી ઇશ્ના કુટ્ટી નામની મહિલા પણ સાડી પહેરીને હુલા હૂપ અને બેકફ્લિપ જેવા સ્ટન્ટ્સ કરી રહી છે અને તેના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *